________________
૮૪
જૈનવિભાગ
"
ઓરમાન માતાને પડી. તેણે વિચાર્યું કે યુવરાજ કુણાલ છે અને મારા પુત્ર યુવરાજ નથી માટે એવા ઉપાય કરૂં કે ભવિષ્યમાં મારા પુત્ર ગાદીએ બેસે અને હું રાજમાતા તરીકે પૂજાઉં. આ પ્રમાણે દ્વેષથી તેણીએ તે કવર ઉઘાડી પત્ર વાંચી જ્યાં મારે અધી ચાં લખ્યું હતું ત્યાં તેણીએ એક મીડું વધારી મારે સંધીચતાં લખ્યું. થોડી વાર પછી સમ્રાટ આવ્યા અને તેણે તે પત્ર ફરી વાર વાંચ્યા સિવાય કવરને મજબુત પેક કરી ઉપર મ્હાર છાપ મારી એક ખેપીઆ સાથે જલ્દી રવાના કરી દીધું. ખેપીઆએ તે કવર જઈને ત્યાંના સુબાને આપ્યું. તેને આ પત્ર વાંચી ઘણે! ખેદ થયા. તેણે પત્ર અડધા કરી કુમારને વંચાવ્યા, પરંતુ કુમારે આખા પત્ર વાંચવાની હઠ લીધી. અંતે ખલાકારે તે પત્ર તેણે વાંચ્યા અને મારેળ ગંધીવતાં તે પણ વાંચ્યું. વિનયી પુત્રે વિચાર્યું કે પિતાની આજ્ઞા મારાથી કેમ લેાપાય? હિંદના રાજાએ પણ જેની આજ્ઞા નથી લેાપતા અને અમારા વંશમાં કાઇએ પણ પિતાની આજ્ઞાને લેાપ નથી કર્યાં, તે પછી હું મારા પિતાની આજ્ઞાને લેપ કેમ કરી શકું ? સુબાએ ઘણી ના પાડી, છતાં કુમારે લેાહના ઉના ઉના સળીયા આંખમાં ચાંપી દીધા અને પિતાની આજ્ઞા પાળી—સાથે પેાતાનું જ્વલંત દૃષ્ટાંત પણ જગત આગળ રજુ કર્યું. સમ્રાટ અશેકને આ સાંભળી ધણું આશ્રય થયું અને પોતે વાંચ્યા વિના પત્ર મેકક્લ્યા માટે પેાતાને ધણેા ખેદ થયા.
હવે કુણાલે અંધ અવસ્થામાં પે।તાના પિતા પાસે જવું ઉચિત ન ધાર્યું. પેાતે પેાતાની દુઃખી જીંદગીના દિવસે ત્યાંજ ગાળવા લાગ્યા. ધીમે ધીમે તેને પેાતાનું દુઃખ એન્ડ્રુ થવા લાગ્યું, પછી તેણે સંગીતના અભ્યાસ શરૂ કર્યાં. ધીમે ધીમે તે સાગ ગવૈયા તરીકે અને વિવિધ જાતનાં વાજીંત્ર વગાડનાર તરીકે તૈયાર થયા. તેણે દેશ દેશના સારા સગીતશાસ્ત્રીઓને ખેાલાવી તેમની પાસે જુદી જુદી જાતના ધણા અનુભા મેળવ્યા.
હવે તેણે દેશાન્તરમાં પોતાની પ્રીતિના વાવટા ક્રૂકાવવા જુદા જુદા વેશે દેશાટન શરૂ કર્યું. બધે સ્થળે વિજય પામતા પેાતાની વિજયપતાકા ફરકાવતા અશોકની રાજધાની પાટલી પુત્ર ( પટ્ટના ) ગયા. સમ્રાટ તેતે આળખ્યા નહિ, પરંતુ કુણાલનું એક સારા ગવૈયા તરીકે ખુબ સન્માન કર્યું. બીજે દિવસે કુણાલે રાજસભામાં પેાતાના પિતાને મુખ દેખાડયા સિવાય લાલ પડદો નખાવી ગાવાનું શરૂં કર્યું. સમ્રાટ પેાતાના મંત્રીએ સેનાધિપતિ અને સારા શેઠીઆએ સહિત ત્યાં હાજર હતા. કુણાલે એક પછી એક જુદી જુદી સુંદર ચીજો ગાઇ બતાવી. પછી જ્યારે બરાબર રંગ જામ્યા એટલે તેણે પેાતાની આત્મકથા ગાઈ. સમ્રાટને પુત્ર સાંભર્યાં. પુત્રની વાર્તા તાજી થઇ તેને એમ નક્કી લાગ્યું કે આ પેાતાના પુત્ર કુણાલ છે. પછી પોતે કહેવડાવ્યું કે પુત્ર પિતા પાસે હાજર થવું પરંતુ કુણાલે તે વાત સ્વીકારવા ના પાડી. પછી સમ્રાટે કહ્યું કે તમારી ધીરજ, શૌર્ય, પાંડિત્ય જોઇ હું ખુશી છું. મૌ વશના કુંવરને આવી જ ઉદારતા ઘટે. તમારે માગવું હોય તે ખુશીથી માગેા. કુણાલે સમય જોઈ પિતાનું સિંહાસન અને તાજ માગ્યું. પિતાએ કહ્યું કે તમે અંધ છે પછી રાજ્ય કેવી રીતે કરશે ? ત્યારે તેણે કહ્યું કે મારે એક નાના પુત્ર છે તેને રાજ્ય આપે. તે રાજ્ય ચલાવશે. પછી સમ્રાટ અશેકે ખુશી થઇ તે બાળકને પેાતાને હાથે રાજતિલક કર્યું. આ બાળકને નાનપણથી ગાદી મળી એટલે તેનું નામ સંપ્રતિ પડયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org