Book Title: Jain Rajao
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ७६ જૈનવિભાગ મહારાજ ઉદાયન (અન્તિમ જૈન રાજર્ષિ.) સિંધુ સૌવીરના આ પ્રખ્યાત રાજાના સંબંધમાં જૈન સત્રમાં ઘણે સ્થળે ઉલ્લેખ મળે છે. આ રાજા અન્તિમ જૈન રાજર્ષિ તરીકે પ્રસિદ્ધ છે તેમજ મહારાજા ચેટકના જામાતા તરીકે પણ પ્રસિદ્ધ છે. આ રાજર્ષિ માટે જૈનેના અતિપવિત્ર આગમ-સૂત્ર શ્રી ભગવતીજીમાં નિચે પ્રમાણે ઉલ્લેખ મળે છે तेणं कालेणं समयेणं सिंधुसैवीरेसु जणवएसु वीतीभए नाम नगरे होत्था.। तस्सणं वीतीभयस्स नगरस्स बहिया उत्तरपुरच्छिमे दिसीभाए पत्थणं मियवणं नामं उज्जाणे होत्था । तत्थणं वीतीभए नगरे उदायणे नाम રાયા હૈOાત...ન્ના માવતી નામ સેવા થાત ૩ ચારણ रन्ना पुत्ते प्रभावतीए देवीए अत्तए अभीति नाम कुमारे होत्था.....तम्सणं उदायणस्स रन्नो नियए भायणेज्जे केसी नामं कुमारे होत्था ।... से णं उदायणे राया सिंधु सैवीरप्पामेक्खाणं सोलसाण्हं जणवयाणं वीतीभय पामोक्खाणं तिण्हं ते सटिणं नगरागर सयाण महासेण पामेरिकाणं दसण्हं राइणं बद्ध भाउ डाणं विदिन्नछत्तचामरवालवीयाणं न्नेसिं च बहणं राईसरतलवर जावसत्थवाहप्पभिईणं आहेवच्चंजाव कारेमाणे पालेमाणे રમવાના સમગઇકાચા નાવિદરા (આગમેદય સમિતિદ્વારા પ્રકાશિત ભગવતી. પૃ ૬૧૮.) તે કાલ અને તે સમયમાં સિંધુસૌવીર નામના દેશમાં વીતિભય નામે એક શહેર હતું, તે શહેરની ઉત્તર-પૂર્વ બાજુએ મૃગવન નામે ઉધાન હતું. તે વીતિય શહેરમાં ઉદાયન નામે રાજા હતો. તે રાજાને પ્રભાવતી નામે પટરાણી હતી. તેને અભિત નામે પુત્ર હતો. તે ઉદાયન રાજાને કેસી નામે એક કુમાર ભાણેજ હતો. તે ઉદાયન રાજા સિંધુસૌવીર આદિ સેળ જનપદ, વીતિભય આદિ ત્રણસો ત્રેસઠ નગર અને આકર (ખાણ) તથા મહાસેન આદિ દસ મોટા મુકુટબદ્ધ રાજાઓને, તેમજ બીજા અનેક નગર રક્ષક દણ્ડનાયક, શેઠ, સાર્થવાહ આદિ જનસમૂહને સ્વામી હતો. એ શ્રમણોપાસક અર્થાત જૈન શ્રમણને ઉપાસક હતા, અને જૈન શાસ્ત્ર પ્રતિપાદિત જવ અજીવ આદિતત્ત્વ-પદાર્થને જાણકાર હતો ઈત્યાદિ. આ સૂત્ર ઉપરથી સમજાય છે કે તે બહુ ધર્મયુરત અને જૈન દર્શનને યથાર્થ જ્ઞાતા હતો. આ સૂત્રમાં લખ્યું છે કે તે મહાસેના પ્રમુખ દસ મુકુટબદ્ધ રાજાઓ તેના આજ્ઞાંકિત હતા. મહાસેન સિવાય બીજા નવ રાજાઓનાં નામ ક્યાંય જોવામાં આવ્યાં નથી. મહાસેન જેનું બીજું નામ ચંડપ્રદ્યાત છે તે તેને આજ્ઞાંકિત કેવી રીતે બને તેને ઉલેખ જૈન સૂત્રોમાંથી નીચે પ્રમાણે મળે છે અને તેને ઉલ્લેખ આચાર્ય શ્રી જિનવિજયજીએ પુરાતત્વમાં આપ્યો છે, તેને ટુંકાણમાં ઉતારે આપું છું. એક વખતે કેટલાએક મુસાફરે સમુદ્રની યાત્રા કરતા હતા ત્યાં રસ્તામાં અચાનક તેફાન થવાથી તેમનાં વહાણ એક ખરાબે ચડ્યાં અને કઈ રીતે આગળ વધે નહિ તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29