Book Title: Jain Rajao Author(s): Nyayavijay Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf View full book textPage 2
________________ જૈન રાજાએ ૭૫ અર્થ સમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીની માતા જેનું વાસિષ્ઠ ગોત્ર હતું તેનાં ત્રણ નામ હતાં. ત્રિશલાદેવી, વિદેહીદિશા, અને પ્રિયકારિણું. મહારાજા ચેટકને પિતાના પૌત્ર સમર્થ સમ્રાટું કેણુક સાથે એક ખુનખાર લડાઈ થઈ હતી. તેનું મુખ્ય કારણ જૈન ગ્રંથકારો નીચે પ્રમાણે આપે છે. શ્રેણીકને અમુક કારણસર કેક દેવે પ્રસન્ન થઈ અમુલ્ય કંડલ અને એક ગંધ હસ્તી મેટ આપે. શ્રેણીકે તે વસ્તુ પિતાની સ્ત્રીને આપી અને તેમણે પોતાના પુત્રને આપી.૧ શ્રેણીકના મરણ પછી કેણુક ગાદી ઉપર આવ્યો અને તેણે સત્તાના મદથી પિતાના ભાઈ ઉપર હુકમ કર્યો કે હસ્તિ અને કુંડલ અને સ્વાધીને કરે. ખરો હકદાર હું જ છું. બંને ભાઈઓએ રોકડું પરખાવી દીધું કે પિતાએ અમને હસ્તિ અને કુંડળ આપ્યાં છે અને તમને રાજ્ય આપેલું છે એટલે તે વસ્તુઓમાં તમને કંઈ લાગે વળગે નહિ. આથી કેણીક ખીજાય અને તેમને મારવા પ્રયત્ન કરવા માંડે. બંને ભાઈ ત્યાંથી પિતાના માતામહ પાસે ગયા. ચેટકે પિતાન દૌહિત્રોને આશ્વાસન આપી પિતાના આ શ્રિત તરીકે રાખ્યા. કેણ કે પિતાના માતામહ પાસે ભાઈની માગણી કરી પણ બહાદુર ક્ષત્રિય રાજાએ જવાબ આપ્યો કે આશ્રિતનું રક્ષણ કરવું એ અમારી ફરજ છે. આ સાંભળી કેણીકને ક્રોધ ચડ્યો અને મોટું સૈન્ય લઈ ઘુમતે યુદ્ધ કરવા આવ્યો. ચેટકને વિચાર થયો કે ૌહિત્રને મારીને રાજ્ય મેળવવું એ પણ એક જાતનું કલંક છે. અંતે તેણે લાચારીથી યુદ્ધ માંડયું. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અને યુવાન રાજા કેણીકે કપટથી પિતાના માતામહને હરાવ્યો. તેને છાતીમાં બાણ મારી ભૂમિ ચાટ કર્યો. ચેટક રાજા દૌહિત્રના હાથે મરાયો. રેણીકને આથી વિશેષ ધિક્કાર મળ્યો. તેણે પિતાને માર્યો, માતામહને માર્યો અને અંતે ભાઈને પણ માર્યા. જૈન સુત્ર ગ્રંથમાં ચેટક રાજા માટે છુટક છુટક ઘણું લેખો મળે છે પરંતુ આ મહાન રાજાને હિંદના અતિહાસિક રાજા તરીકેનું હજી સ્થાન પ્રાપ્ત થયું નથી. કેઈ જન વિદ્વાન મહાશય આ રાજાને બહાર લાવવા શુભ પ્રયત્ન કરશે એમ આશા છે. આ સિવાય બીજા ઘણા રાજાઓ છે કે જેમનાં નામ જૈન ઇતિહાસ સિવાય આપણે બીજે સ્થાને સાંભળ્યાં નથી. તા. ક. ચેટક રાજા માટે સાહિત્યપ્રેમી આચાર્ય શ્રી જિનવિજયજી તરફથી “વૈશાલીનો ગણસત્તાક રાજ્યનો નાયક રાજા ચેટક” નામને લેખ પુરાતત્ત્વમાં શરૂ થયો છે. તેમાં તેમણે તે રાજાને ઐતિહાસિક દ્રષ્ટિએ સિદ્ધ કરવા બહુ સારો પ્રયત્ન કર્યો છે. આચાર્ય શ્રીને સાથે સાથે એટલી પણ વિશેષ વિનંતી છે કે ક્રમશઃ બીજા જન રાજાઓના સંબંધમાં કઈક જાણવા જેવું બહાર પાડે. ૧ અથવા તે એમ પણ મળે છે કે પોતાના મોટા પુત્રને રાજ્ય અને નાના કુંવરને કંડલ અને હસ્તિ આપ્યાં. ૨ ચેક રાજ કેલ્શીથી મરણ નથી. તેણે અનશન કરીને કુવામાં પડતું મુક્યું હતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 29