Book Title: Jain Rajao
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 6
________________ જૈન રાજાઓ ૭૯ રહી છે. તેના અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના પરમ ભક્ત તરીકે એક ન્યાયી પ્રજાપાલ તરીકે અને યુદ્ધવિશારદ તરીકે તેનાં યશગાન જૈન સૂત્રો અને ગ્રંથમાંથી, હેમચંદ્રાચાર્ય ના પર્વમાં તથા શ્રેણકચરિત્ર આદિ કથામાં જૈન ત્યાગી મુનીવર–આચાર્યોએ આદરભાવથી ગાયાં છે એ જ તેની કારકીર્દિ જણાવવાને ખરાં સાધનભૂત છે. હીંદના એક ઐતિહાસિક રાજા તરીકેની કાતિ તથા તેનું નામ જન ગ્રંથમાં જેટલું પ્રસિદ્ધ છે તેટલું બૌદ્ધ ગ્રંથોમાં પણ અજાતશત્રના પિતા તરીકે ઘણે સ્થળે મળી આવે છે. છતાં આ પુરુષ હીંદના પ્રાચીન રાજાઓના ગણમાં એટલો બધે પ્રસિદ્ધ નથી કે જેટલો જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. જો કે અત્યારે આ રાજાને ઐતિહાસિક દૃષ્ટિએ સિદ્ધ કરવાનો સમય નથી, એટલે હું અત્યારે તે સંબંધી ચર્ચા કરવા નથી ઇચ્છતે, છતાં આ રાજાના એક નજીકના સગા મહારાજા ચેટક અને શ્રેણીકને શો સંબંધ હતો અને એ ચેટક કેણ હતો તેનું વર્ણન ટુંકાણમાં આપીશ તે અસ્થાને નહિ ગણાય. મહારાજા ચેટક તે વખતને એક સુપ્રસિદ્ધ રાજા હતો અને તેની રાધાનીનું મુખ્ય શહેર વિશાલ નગરી હતું. તેને સાત કુંવરી હતી તેમાં ચલણા બધાથી નાની હતી. તેને આપણો ચરિત્રનાયક શ્રેણીક હરણ કરી પર હતું, એટલે શ્રેણીક ચટક રાજાને જમાઈ થાય. તેની પોતાની પ્રથમ પુત્રી ઉદાયન સાથે પરણી હતી, બીજી ચંપાના દધિવાહનને, ત્રીજી મૃગાવતી કોસંબીના સેનાનિકને, ચેથી ઉર્જયનીના પ્રતને પાંચમી કુંડગામમાં મહાવીર સ્વામીના મોટા ભાઈ નંદિવર્ધનને પરણાવી હતી. તેમાં છેલ્લીએ દીક્ષા લીધી હતી અને ચેલણાને શ્રેણીક રાજા હરણ કરી પરણ્યો હતો. આવી રીતે તે વખતના મુખ્ય મુખ્ય રાજા સાથે તેને સંબંધ હતો. (વંશ માટે જુઓ ભારતીય પ્રાચીન રાજ્યવંશે ભાગ ૧ લો.) મહારાજ શ્રેણીક સાહસિક અને શૈર્યવાન હતા. તેના પિતાનું નામ પ્રસેનજીત હતું. શ્રેણીકને બત્રીસ ભાઈ હતા તેમાં તેને નંબર સૌથી છેલ્લો હતે. શ્રેણીકને એક ચક્રવતી રાજા થવાની યોગ્યતા હતી. તે નાનપણથી જ હશીયાર હતો. તેના પિતાએ પુત્રની ગ્યતા પહેલેથી જ જોઈ લીધી હતી. પિતાએ બધામાંથી રાજ્યને 5 કોણ છે તેની બારીક તપાસ કરવા માંડી. આપણે તેનાં થોડાંક દ્રષ્ટાંતે જોઇશું તે અસ્થાને નહિ ગણાય. એક વખતે રાજમહેલમાં અગ્નિ દેવે કૃપા કરી બધી વસ્તુઓનું ભક્ષણ કરવા માંડયું. પિતાએ કહ્યું કે આ અગ્નિ દેવના મુખમાંથી જે મનુષ્ય જે વસ્તુ બચાવી લે તે વસ્તુ તેની. ઘણુ મનુષ્યો આ લાભ લેવા જીવના જોખમે પણ મુક્યા અને તેમાં રાજાના બત્રીસ કુંવરે પણ તે લાભ ન છોડી શકયા. કુમારામાંથી કેઈએ નવલખો હાર તો કઈ હીરા મોતીને હાર, તો કેઈએ કિંમતી કુંડલ આદિ લઈ લીધાં, પરંતુ શ્રેણી કે યુદ્ધની ભંભ લીધી.૧ બધાએ શ્રેણકની અમુલ્ય તથા તેમના મનથી તુચ્છ વસ્તુ માટે તેની ઠા મશ્કરી કરી. આવી જ રીતે એક બીજી પરીક્ષા કરી તેમાં પણ શ્રેણીક પ્રથમ નંબરે ઉતર્યો છતાં તેના પિતાએ તે તેની ગૂઢ મશ્કરી કરી. તેણે બધા કુમારને થોડા થોડા દેશના સુબા નીમ્યા પરંતુ શ્રેણીકને પોતાની રાજ્યધાનીમાં જ રાખે. જે કે પિતાની ઇચ્છા તે ૧ આ એક જાતનું યોદ્ધાઓને શર ચઢાવનાર વાછત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29