Book Title: Jain Prashnottarmala Author(s): Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 8
________________ ! જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ઈ.સ. ૧૯૯૧ થી ૧૯૯૩ એમ ત્રણ વર્ષ અમેરિકાનાં જુદાં જુદાં જૈન સેન્ટરોમાં ધાર્મિક ભણાવવાનો, તથા લંડનમાં ૧૯૯૨-૯૩ એમ બે વર્ષ ધાર્મિક ભણાવવાનો પ્રસંગ આવ્યો. ત્યાં વસતા અને ધાર્મિક જ્ઞાનની રુચિવાળા ઘણા ભાઈ બહેનો આ અભ્યાસમાં જોડાયાં. - ન્યુયોર્ક - વોશિંગ્ટન – લોસ એંજીલર્સ, ફીનીક્ષ – ન્યુજરસી, એટલંટા, ટોરંટો, સીનસીનાટી, ઈત્યાદિ સ્થળોએ છણાવટ પૂર્વક વિષયો સમજાવાયા, (૧) નવકારથી સામાઈય વય જૂોં સુધીનાં સૂત્રો, (૨) નવતત્ત્વ, (૩) ચૌદ ગુણસ્થાનકો, (૪) કર્મ તથા કર્મના પ્રતિભેદોનું વર્ણન, (૫) જૈનદર્શનનો અનેકાન્તવાદ ઈત્યાદિ વિષયો સમજાવાયા. ત્યારબાદ આ વિષયો ઉપર એક પુસ્તક તૈયાર કરી “શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્તો” એ નામે પ્રકાશિત ક૨વામાં આવ્યું. તથા હાલ બે પ્રતિક્રમણ સૂત્રોના અર્થો પ્રકાશિત થાય છે. જે ભાઈ-બહેનો કોઈ કારણસર આ વર્ગમાં આવી શક્યા નથી તેમને પણ ઘેર બેઠાં સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ થાય તે માટે તે તે વિષયનાં પુસ્તક પ્રકાશિત કરવા અમે વિચાર કરેલ છે. કેટલાંક પુસ્તકો પ્રકાશિત થયેલ છે અને કેટલાંક પ્રકાશિત થાય છે. અતિશય મનન - ચિંતનપૂર્વક વાંચી-વંચાવી બાળજીવોને સમજાવવા વિનંતિ છે. તથા પ્રકાશિત થતાં પુસ્તકોનું વાંચન કરવા અમારી વિનંતિ છે. પ્રશ્ન ઉત્તર પ્રશ્ન-[૧] જૈન કોને કહેવાય ? ઉત્તર- જિનેશ્વર ભગવાનના ધર્મને સમજે, તે ધર્મ પ્રત્યે રૂચિ કરે, વિશ્વાસ કરે, તેમના વચનોને સત્ય છે એમ માને તેને જૈન કહેવાય છે. *પ્ર.મા.-૧ Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 162