________________
પ્રત્યેક જીવાત્મામાં પરમાત્મા બનવાની સંભાવના છે. આમ અન્ય ધર્મોની ધારણા પ્રમાણે પરમાત્મા અનંત છે જ્યારે જૈન મત પ્રમાણે અનંતા પરમાત્માઓ છે.
જૈન ધર્મ અને અન્ય ધર્મો વચ્ચે આ પાયાનો તફાવત છે. પરિણામે જૈન ધર્મ સૌથી વિશિષ્ટ ધર્મ બની રહ્યો છે. સૃષ્ટિની સંરચના :
જૈન મત પ્રમાણે સૃષ્ટિ સ્વસંચાલિત છે. સૂર્યને, ચંદ્રને, તારાઓને કે નક્ષત્રોને કોઈ બનાવતું નથી. કોઈ તેમને ઊગવા કે આથમવાનો આદેશ આપતું નથી. અનંતા જીવો અસ્તિત્વમાં છે પણ તેમને કોઈએ બનાવ્યા નથી. સંસાર આખો જીવ અને જડ પદાર્થોથી પ્રચુર છે. જીવ અને જડનો સતત સંયોગ અને વિયોગ થયા કરે છે પણ તેમાં ભગવાન ક્યાંય વચ્ચે આવતો નથી. જૈન ધર્મનો આ એક પ્રબળ તર્ક છે. બીજી બાજુ એકબે અપવાદ સિવાય જગતના લગભગ બધા જ ધર્મો માને છે કે ઈશ્વરે દુનિયા બનાવી છે, ઈશ્વર સૃષ્ટિનો કર્તા છે પણ ઈશ્વર પોતે સ્વયંભૂ છે. તો પછી સૃષ્ટિનો કોઈ સર્જક નથી અને સંસાર સ્વયંભૂ છે તેમ માનવામાં ક્યાં વાંધો રહ્યો ? જનમાનસ સામાન્ય બાબતોમાં કોઈ વ્યવસ્થા કરનારના ખ્યાલથી ટેવાયેલું છે તેથી સૃષ્ટિનો કોઈ કર્તા, ભર્તા અને હર્તા છે તેમ જલદીથી સ્વીકારી લે છે. વળી સૃષ્ટિનો કોઈ સર્જનહાર છે તેમ માની લેવાથી ઘણા પ્રશ્નો ઉપસ્થિત થતા નથી અને જે થયા છે તેના તર્કબદ્ધ ઉત્તર આપવા પડતા નથી. બધું ઈશ્વરને આધીન ગયું પછી પ્રશ્નને સ્થાન જ ક્યાં રહ્યું ? આપણું કંઈ ચાલે જ નહિ. આપણે કંઈ કરી શકીએ નહિ
જૈન ધર્મનું હાર્દ
ર૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org