Book Title: Jain Dharmnu Hard
Author(s): Chandrahas Trivedi
Publisher: Heena Publications

View full book text
Previous | Next

Page 176
________________ લેખકનાં પુસ્તકો અન્યની નજરે... કર્મવાદનાં રહસ્યો: કર્મવાદના આ પુસ્તકમાં ખૂબ જ રોચક શૈલીમાં સરળ સુગમ શબ્દો દ્વારા તાર્કિક પદ્ધતિથી કર્મવાદની રજૂઆત થઈ છે. જેથી માત્ર બુદ્ધિવાદી જીવોને પણ પોતાની માન્યતા અંગે પુનઃ વિચાર કરવો પડે તેવું છે. માત્ર કોરું તત્ત્વજ્ઞાન અહીં ઠાલવવામાં નથી આવ્યું પણ કર્મના સિદ્ધાંતો મન-મગજમાં ઠસી જાય તે માટે સરળ કથાઓ પણ આપી છે. કથાની શૈલી નવતર છે. વાંચવાનું શરૂ કરો પછી અંત સુધી તમે ખેંચાતા જાવ તેવું લાગે. – આચાર્ય શ્રી પ્રદ્યુમ્નવિજય મ.સા. ‘કર્મવાદનાં રહસ્યો' લખીને શ્રી ચંદ્રહાસભાઈએ ધાર્મિક લોકોની જે સેવા કરી છે તે અમૂલ્ય છે. કર્મની બાબતમાં જૈન ધર્મ વિશેષ વિચારણા કરી છે તે સમક્ષ રાખીને પ્રસ્તુત પુસ્તક લખાયું હોવા છતાંય તે બધા કર્મવાદીઓને ઉપકારક થાય તેવું છે. આટલી સરળ ભાષામાં સ્પષ્ટતા કરીને કર્મવાદનાં રહસ્યોનું જે ઉદ્ઘાટન પુસ્તકમાં થયું છે તે કર્મ વિશેના સાહિત્યમાં અપૂર્વ છે. – દલસુખ માલવણિયા જેન આચારમીમાંસા : શ્રી ચંદ્રહાસ ત્રિવેદીનું ચિંતનપ્રધાન આદર્શ પુસ્તકોમાંનું આ એક છે. જૈન આચારો વિશે અનેક બહુમૂલ્ય પુસ્તકો ઉપલબ્ધ છે પણ આ પુસ્તક ભાષા, શૈલી, સંકલન, રજૂઆત એમ અનેક દૃષ્ટિએ વિશિષ્ટ છે. આજના સંદર્ભમાં સૌને સ્વીકાર્ય બને તેવું સરસ પુસ્તક છે. 1 – પ્રા. ડૉ. કોકિલા શાહ (“જન્મભૂમિ – પ્રવાસી') જૈન સમાજની નવી પેઢીને તેમજ જૈનેતર લોકોને પણ આ પુસ્તકમાંથી પ્રેરણા મળશે. આવું ચિંતનાત્મક તત્ત્વજ્ઞાન અને જૈન આચારની મીમાંસા તટસ્થ રીતે અને ઊંડા અભ્યાસ સાથે કરવા બદલ લેખકને ધન્યવાદ. – રતિભાઈ પટેલ (“જયહિંદ' - સાપ્તાહિક પૂર્તિ) મૃત્યુવિજયને પંચે સમગ્ર પુસ્તકમાં મૃત્યુ અંગે વિશદ રીતે વિચાર દરેક પ્રકરણમાં થયો છે. લેખકની વિચારણા એકાંગી નથી. સમગ્ર વિચારણામાંથી પસાર થયા પછી વાચક મૃત્યવિજયને પંથે' શીર્ષકને તેના અર્થભારને બરોબર સમજી જાય છે. ગંભીર વિષયને રજૂ કરતી લેખકની નિરૂપણરીતિ ખાસ નોંધપાત્ર છે. મૃત્યુ મંગલ છે એ વિશે સાચી સમજણ તરફ દોરી જાય તેવું છે. - કીર્તિદા જોશી (“બુદ્ધિપ્રકાશ') ૧૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178