Book Title: Jain Dharmnu Hard
Author(s): Chandrahas Trivedi
Publisher: Heena Publications

View full book text
Previous | Next

Page 174
________________ નથી. સમાધાન અને અપેક્ષા એ બે વચ્ચે ઘણો તફાવત છે. સમાધાનમાં તમે કંઈક છોડો, હું કંઈક છોડું અને આપણે વચલી વાત સ્વીકારી લઈએ. જ્યારે સ્યાદ્વાદમાં કંઈ છોડવાની વાત નથી. તમે તમારી રીતે બરોબર છો. મારી રીતે હું પણ બરોબર છું. આમાં કંઈ તડજોડ કરવાની નથી પણ વિવિધ અપેક્ષાઓ સમજવાની છે. સમાધાનમાં બાંધછોડ છે જ્યારે સ્યાદ્વાદમાં વિશાળતા છે જે બધા ભેદોને સમાવી શકવાની ક્ષમતા ધરાવે છે. . આ ચર્ચાનો એ સાર નીકળ્યો કે સત્ય વિરાટ છે, અનેકાંતિક છે. સત્ય વિશેનું કોઈ વક્તવ્ય સાર્વભૌમિક નથી. સત્ય એક ગહન અનુભૂતિ છે. સત્ય એટલું વિરાટ છે કે તેનું વિવિધ અપેક્ષાઓથી જ દર્શન થઈ શકે. સત્યવિશે સલામત રીતે અને સચોટતાપૂર્વક કંઈ પણ કહેવું હોય તો તે અનેકાંતને લક્ષ્યમાં રાખીને સ્વાવાદની શૈલીમાં જ કહી શકાય કે વિચારી શકાય. આમ અનેકાંત એક વિચારવ્યવસ્થા છે અને સ્યાદ્વાદ તેનું નિર્માણ કરવા માટેની શૈલી છે. આ બન્ને વચ્ચેનો સંબંધ વાચ્ય-વાચકનો છે. - અનેકાંતની વિચારસરણી આમ જોઈએ તો તદન નવી નથી. બૌદ્ધોએ વિભજ્યવાદ નામથી તેને મળતી રીત અપનાવી હતી. વેદાંત જ્યારે એમ કહે છે કે “એક જ સત્યને બ્રાહ્મણો અનેક રીતે કહે છે” ત્યારે તેમાંય ચાદ્વાદનો ધ્વનિ તો ઊઠે જ છે. પણ જૈન ધર્મે આ શૈલીને પરિપૂર્ણ રીતે વિકસાવી પોતાની વિચારણામાં તેનો આધાર લીધો તેથી સ્યાદ્વાદ જૈનોનો ગણાયો અને તે સ્વાભાવિક છે. અનેકાંત કે સ્યાદ્વાદ કેવળ ધર્મની વાતો કરવા માટે કે સમજવા માટે જ નથી. વ્યવહારમાં પણ જો સભાનતાપૂર્વક અનેકાંતવિજ્ઞાન ૧૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178