Book Title: Jain Dharmnu Hard
Author(s): Chandrahas Trivedi
Publisher: Heena Publications

View full book text
Previous | Next

Page 177
________________ ઘટનાને ઘાટે અનેક ઉચ્ચ કોટિની વિવિધપ્રકારની વિભૂતિઓનાં જીવનની ઘટનાઓનો આધાર લઈ વાર્તારસ દ્રવતો કરી વાચકને આકર્ષણથી ખેંચ્યો છે અને બોધનો બોજ પડવા દીધો નથી. વળી જે ચિંતન આપ્યું છે તે પણ હળવી શૈલીથી, રસાળ ભાષાથી.પ્રસંગના આલેખનમાં લેખકે સારી ફાવટ દાખવી છે. અધ્યાત્મ આનંદયાત્રાના માર્ગે પ્રસ્થાન અને પ્રગતિ કરનારને ‘ઘટનાને ઘાટે’ અવશ્ય પથદર્શક બનશે તેવી શ્રદ્ધા છે. – ચન્દ્રશંકર ભટ્ટ બિંબ-પ્રતિબિંબ ઃ લેખકનો વિષય છે જીવન અને તેનું ચિંતન, જે કોઈ પણ ધર્મને બાધક નીવડે તેમ નથી. ધર્મના મૂળ અર્થ સુધી પહોંચવાની તાલાવેલી, વિવિધ દૃષ્ટિબિંદુઓનો અભ્યાસ અમે મુલવણી અને સરળ પણ અત્યંત તર્કબદ્ધ રજૂઆત આ નિબંધોને નિરાળા બનાવે છે. ધર્મચિંતન કે જીવનઉત્કર્ષમાં રસ ધરાવતા વાચકોને કશુંક તાજગીભર્યું માર્ગદર્શક બની રહે તેવું વાંચ્યાની તૃપ્તિ કરાવે તેવા લેખોનો સરસ સંગ્રહ. – ચંદ્રકાન્ત શાહ (‘જન્મભૂમિ – પ્રવાસી’) પાછે પગલે : ‘પાછે પગલે’ એક કલાત્મક લઘુનવલ છે. શ્રી ચંદ્રહાસ ત્રિવેદી માનવહૃદયની ભાવસંવેદનાની સાથે જ તત્ત્વચર્ચા ક૨ના૨ા લેખક છે જે અનેક સ્થળે પ્રતીત થાય છે. દિવ્યાંગનાના મનોભાવો સાથે સંવાદ રચતાં સુંદર કાવ્યમય વર્ણનો આ કૃતિમાં તરત નજરે ચઢતી વિશિષ્ટતા છે. કેટલાંક વર્ણનો તો કવિતાની કોટિએ પહોંચે છે. સરસ નવલકથા વાંચ્યાનો આનંદ વાચકને મળશે એ એની ઉપલબ્ધિ છે. - રમણલાલ જોશી (‘ઉદ્દેશ’) તરંગોની ભીતરમાં આત્મકથાત્મક પ્રકારના હાસ્ય નિબંધો શ્રી ચંદ્રહાસ ત્રિવેદીની એક પ્રશસ્ય વિશિષ્ટતા બની રહી છે. ઔચિત્યભાન તથા વિવેકભાન બાબતમાં શ્રી ચંદ્રહાસે ‘હાસ’ની ઉત્તમ સમજ દાખવી ઊંચી સિદ્ધિ હાંસલ કરી છે. પ્રસંગવસ્તુમાં રહેલું હાસ્ય, ઘટના સંબંધે હળવું ચિંતન અને ભાષાશૈલીજનિત હાસ્ય જેનાથી ત્રિવિધ હાસ્ય ઉત્પન્ન થાય છે. ત્રણેય પ્રકારના હાસ્યની માત્રા, કક્ષા તથા તીવ્રતા તેમની ઊંચી સિદ્ધિની દ્યોતક છે. શ્રી ચંદ્રહાસ ત્રિવેદીનો પરિહાસ ચંદ્ર જેવો શીતળ તથા ઉજમાળો છે જે માણતાં કેવળ પૂર્ણ કલાનંદનો અનુભવ થાય છે. રમણ પાઠક ‘વાચસ્પતિ' ૧૬૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178