Book Title: Jain Dharmnu Hard
Author(s): Chandrahas Trivedi
Publisher: Heena Publications

View full book text
Previous | Next

Page 150
________________ ઝાંખી થવા લાગે છે અને બારમે પહોંચતાં સુધીમાં તો આત્માનાં અજવાળાં ઊતરવા લાગે છે. એકથી ત્રણ ગુણસ્થાનક સુધીની દશાને જીવની બહિરાત્મદશા કહે છે. ચારથી સાત ગુણસ્થાનક જીવની અંતરાત્મદશા હોય છે. આઠથી બારમા ગુણસ્થાનક સુધી જીવને પરમાત્મદશાની આંશિક પણ અનુભૂતિ હોય છે. બીજી રીતે કહીએ તો સાતમા ગુણસ્થાનક સુધીની યાત્રા પૂર્વતૈયારી જેવી છે પણ આઠમાથી જીવને આત્માના પ્રસાદની પ્રતીતિ થવા માંડે છે. સાત સુધી જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે પણ આઠમાથી ધ્યાનની સાધના શરૂ થાય છે. અહીંથી આત્મા અદ્ભુત ધ્યાનમાં લીન બનીને, મોહનીય કર્મનો ઉપશમ કરનારી કે સદંતર ક્ષય કરનારી શ્રેણી ઉપર - સીડી ઉપર ચઢવા માંડે છે. નવમા ગુણસ્થાનકને અનિવૃત્તિકરણ કહે છે. અહીં જીવના “અહં” અને “મમ' બને ઓગળી ગયાં હોય છે અને જીવમાત્ર તરફ સાધક આત્મભાવથી જુએ છે. જડમાત્ર તેને વિભાવ લાગે છે. અહીં જડ અને ચેતનનો ભેદ સ્પષ્ટ વર્તાતો હોય છે. આ અવસ્થામાં જીવને જડ કે ચેતન પ્રતિ નથી રાગ હોતો કે નથી ષ હોતો. અહીં તેને સમતાની ઉપલબ્ધિ થાય છે. આ સમ્યક્ અવસ્થા છે. સાચા અર્થમાં સામાયિક અહીં ઘટે છે. જીવ સમયમાં અર્થાત્ આત્મામાં વર્તે છે. આગળ ચાલતાં દશમું ગુણસ્થાનક આવે છે. અહીં જાગ્રત થયેલો જીવ, કર્મની સામે યુદ્ધ ચડેલો જીવ પોતાના પથનું છેલ્લે છેલ્લે કાળજીપૂર્વક નિરીક્ષણ કરી લે છે અને ભૂગર્ભમાં ક્યાંક મોહની સુરંગ રહેલી હોય તો તેનું નિરસન કરી તેને નિષ્ફળ બનાવી દે છે. પોતાના અંતરમાં રહેલા મોહના નાનામાં નાના કણને આત્માનું ઊર્ધારોહણ ૧૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178