Book Title: Jain Dharmnu Hard
Author(s): Chandrahas Trivedi
Publisher: Heena Publications
View full book text
________________
જઈ શકે છે. કોઈ ગૌરીશંકરની ઉત્તરેથી ચઢે તો કોઈ વળી તેની દક્ષિણેથી આરોહણ કરે. કોઈક ત્રીજી બાજુ પસંદ કરે. પણ કોઈ એમ કહે કે મારો માર્ગ જ સાચો અને તે જ માર્ગે ગૌરીશંકર ઉપર પહોંચાય તો તે વાત કેટલી બેહૂદી અને અયોગ્ય લાગે! સત્ય વિશે અજ્ઞાન હોય તો જ કોઈ આવું માની શકે અને આવી એકાંતે વાત કરી શકે.
સંસાર બહુઆયામી છે. અસ્તિત્વ એટલું બધું વિરાટ . છે, અને તેને એટલી બધી બાજુઓ છે કે તમે અસ્તિત્વનેસત્યને સમગ્રતયા તમારી બાથમાં ન લઈ શકો. સત્યને જાણવાના, પ્રાપ્ત કરવાના બહુ માર્ગો માટે ક્યારેય એમ ન કહેવાય કે આ જ માર્ગે સત્યની ઉપલબ્ધિ થાય. અનેક માર્ગે સત્યનો આવિષ્કાર થઈ શકે, અનેક રીતે સત્યની પ્રાપ્તિ થઈ શકે. માટે જૈન ધર્મ કહે છે કે સત્ય ક્યારેય એકાંતિક નથી. અનેકાંત તે સત્ય છે એમ કહીએ તો વધારે સારું. આ છે અનેકાંતની સુગમ અને સરળ પ્રરૂપણા. જૈન ધર્મ અનેકાંતને આધારે સત્યની વિચારણા કરી છે તેથી ક્યાંય તેને અન્ય ધર્મોની વાત સમજવામાં અડચણ પડતી નથી. વળી અનેકાંતને આધારે ઊભી થયેલી જૈન ધર્મની ઈમારતને કોઈ ધર્મ હચમચાવી શકતો નથી.
અનેકાંત સત્યનું ઉદ્ઘાટન કરે છે. એકાંતે વિચારાતી કે બોલાતી વાત સત્યથી ઘણે દૂર રહી જાય છે. જ્યારે અનેકાંતથી વાતનો વિચાર થાય તો તે સત્યની ઘણી નજીક આવી જાય છે. દા.ત. આપણે આજે કોઈ માણસને જોયો કે જે વાણી અને વર્તનથી સદાચારી લાગે છે એટલે આપણે તુરત કહી ૧૫o
જૈન ધર્મનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178