Book Title: Jain Dharmnu Hard
Author(s): Chandrahas Trivedi
Publisher: Heena Publications

View full book text
Previous | Next

Page 168
________________ દઈશું કે આ વ્યક્તિ સદાચારી છે. હા, આજની અપેક્ષાએ તે સદાચારી છે તેની કંઈ ના ન કહેવાય પણ આપણે તેને બહારથી જ જોયો છે કે જામ્યો છે. તેનો ભૂતકાળ આપણાથી અજાણ્યો છે. વળી તેની અંદરની વાત પણ આપણે જાણતા નથી. અંદરથી તે મેલા મનનો પણ હોય. તેનો ભૂતકાળ સારો ન પણ હોય. કેવળ આજનાં બાહ્ય વાણી-વર્તનની અપેક્ષાએ તેને સદાચારી કહેવામાં આપણે ઉતાવળ કરી દઈએ છીએ. એ જ ન્યાયે આજે દુરાચારી થઈ ગયેલો માણસ ભૂતકાળમાં સદાચારી પણ હોય. વ્યક્તિ કે વસ્તુની પાછળ એક અવ્યક્ત જગત છે જેને ગણતરીમાં લીધા વિના આપણે કોઈ તારવણી કાઢીએ તો તે સત્યથી વેગળી જ રહે. બીજી વાત એવી પણ નીવડે કે માણસ ભૂતકાળમાં સદાચારી હતો અને આજે પણ સદાચારી છે. વળી બહારથી અને અંતરથી પણ તે આજે સદાચારી છે છતાંય થોડાંક વર્ષો પછી કંઈક એવું બને કે તે અઠંગ દુરાચારી થઈ જાય. એનાથી ઊલટું પણ બને કે આજનો દુરાચારી કાલે સદાચારી બની જાય. તેથી માણસને કાયમનો સદાચારી કે દુરાચારી ગણવામાં ભૂલ થઈ જાય છે અને આપણે સત્યથી દૂર નીકળી જઈએ છીએ. ભવિષ્યની સંભાવનાને અવગણીને આજે આપણે જે કહીએ છીએ તે પણ બરોબર નથી. વ્યક્તિનો ભૂતકાળ અને ભવિષ્યકાળ બન્ને કાળની અપેક્ષાએ તે જ વ્યક્તિના પર્યાયો છે – સ્વરૂપો છે. ભૂત અને ભાવિના પર્યાયોને ગણતરીમાં લીધા વિના ભાખેલું અસત્ય પણ ઠરે. ભલે આજે અને અત્યારે તે સત્ય હોય. માટે અનેકાંત કહે છે કે હંમેશાં વિચાર અને અનેકાંતવિજ્ઞાન ૧૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178