Book Title: Jain Dharmnu Hard
Author(s): Chandrahas Trivedi
Publisher: Heena Publications

View full book text
Previous | Next

Page 145
________________ છે તો બીજી બાજુ તેને અંદરનું ઓજસ પણ પ્રભાવિત કરે છે. બંનેમાંથી કોઈ એકને પકડવા જેટલી તેની દૃષ્ટિ પ્રબળ નથી હોતી. તેથી તે બંનેને સરખા ગણે છે સંસાર પણ સારો લાગે અને મોક્ષ પણ સારો લાગે. અહીં દૃષ્ટિ હોય છે પણ નીર અને ક્ષીર વચ્ચેનો વિવેક કરવા જેટલી તે સ્પષ્ટ નથી હોતી. અહીં ગુણનો રાગ નથી. દોષનો વિરાગ નથી. માટે તેને મિશ્ર ગુણસ્થાનક કહે છે. ત્યાર પછી આત્માના વિકાસક્રમમાં જે ચોથું સ્થાન આવે છે તેને સમ્યકત્વ કહે છે. તેમાં માણસ સુસ્પષ્ટ થઈ જાય છે. સાચું શું અને ખોટું શું તે બાબત તે સ્પષ્ટ હોય છે. આત્માને ઉપકારક શું અને અપકારક શું તેનો તેને ખ્યાલ આવી ગયો હોય છે. અહીં દૃષ્ટિની નિર્મળતા પ્રવર્તે છે પણ જે સારું લાગ્યું તેને અપનાવવાની તેની તત્પરતા કે શક્તિ હોતી નથી. ખોટું લાગે તેને છોડવાની શક્તિ હોતી નથી. અહીં સાધકની નજર આકાશ તરફ ઊઠેલી હોય છે પણ પગ હજુ પૃથ્વી ઉપર હોય છે. આ ગુણસ્થાનકને આત્માની ઉત્ક્રાંતિમાં ખૂબ મહત્વનું ગણવામાં આવે છે. કારણ કે જીવનમાં શું મેળવવા જેવું છે અને શું છોડવા જેવું છે તે બાબત જીવ અહીં સ્પષ્ટ હોય છે પણ તેને જે યોગ્ય લાગે તે પ્રમાણે વર્તન કરી શક્તો નથી. તેથી તેના મનમાં એક પ્રકારનો સંઘર્ષ રહે છે છતાંય જે વાત તેને સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ, સ્વીકાર થઈ ગયો તે મોડા-વહેલા પણ સાકાર કરવા જીવ પુરુષાર્થ કરવાનો – કર્યા વગર રહેવાનો નહિ. તેથી આ ગુણસ્થાનકનું ખાસ મહત્ત્વ છે. વાસ્તવિકતામાં ધર્મની શરૂઆત અહીંથી જ ૧૨૮ જૈન ધર્મનું હાર્દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178