Book Title: Jain Dharma ane Darshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 12
________________ ૧. ઇતિહાસની અગત્યતા આ દેશમાં કે પરદેશમાં સર્વત્ર શાળા, મહાશાળા, વિશ્વવિદ્યાલય વગેરે વિદ્યાને સ્પર્શતી બધી જ સંસ્થાઓમાં ઇતિહાસનું અધ્યયન એક અનિવાર્ય વિદ્યાંગ બન્યું છે. સાહિત્ય, ભાષા કે વિવિધ કળાઓ જ નહિ, પણ જ્ઞાનવિજ્ઞાનની એકેએક શાખા ઇતિહાસના અધ્યયન વિના અધૂરી જ મનાય છે. તેથી ગઈ કેટલીક પેઢીઓ કરતાં અત્યારની નવતર પેઢી તો પ્રત્યેક વસ્તુનો વિચાર ઇતિહાસની આંખે કરતી થઈ છે. આ રીતે આખા તનું વિદ્યામાનસ ઇતિહાસ માટે ભૂખ્યું છે. ભૂતકાળ આપણી સામે નથી; તે તો શૂન્યમાં વિલય પામ્યો છે, પણ તેનાં બધાં જ પદચિહ્નો તે મૂકતો ગયો છે. સૂક્ષ્મ અને સ્થૂળ બંને અર્થમાં બે પદચિહ્નોનો વારસો વર્તમાન ધરાવે છે. એટલે એ વિલીન ભૂતમાં પ્રવેશ કરી તેના આત્માને સ્પર્શવાનું સાધન આપણી પાસે છે જ. આ સ્થળે ઇતિહાસની બીજી શાખાઓની વાત જતી કરી માત્ર તાત્ત્વિક અને સાહિત્યિક ઇતિહાસને લગતી કાંઈક વાત કરવી ઇષ્ટ છે. જૈન” પત્રના વાચકો મુખ્યપણે જૈન છે. તેને રસ પ્રેરે અને સામાન્ય જિજ્ઞાસુજગતની માગણીને સંતોષે તેમજ માનવીય જ્ઞાનભંડોળની પુરવણી કરે એવી એક ; વસ્તુ એ છે કે જૈન સાહિત્યનો તેમજ જૈન તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ બને તેટલાં સમૃદ્ધ સાધનોથી અને તદ્દન તટસ્થ દૃષ્ટિથી તૈયા૨ ક૨વો – કરાવવો. એકસાથે બંને ઇતિહાસની આજે વધારેમાં વધારે શક્યતા છે; જિજ્ઞાસુ જ્ગતની માગણી છે. નવી જૈન પેઢી અને ભાવી પેઢીના મનને પૂરતું પોષણ આપે એવી આ એક વસ્તુ છે, તેથી આવા ઇતિહાસની અગત્યતા છે એમ હું મક્કમપણે માનું છું. - જૈન પરંપરાને લગતાં બધાં જ સાધનો આ દેશમાં છે, જૈનો પાસે છે અને તે દેશના એક ખૂણેથી બીજા ખૂણા સુધી ઓછાવત્તા પ્રમાણમાં વિખરાયેલાં છે. સ્થૂળ સાધનો ઉપરાંત સૂક્ષ્મ અને જીવન્ત સાધનો પણ જૈન પરંપરા ધરાવે છે અને છતાં આજ સુધી આ બધાં સાધનોનો જૈન પરંપરાએ ઉઘાડી આંખે કશો ઉપયોગ એવો નથી કર્યો કે જે અત્યારની જિજ્ઞાસાને સંતોષે. પણ આવા ઇતિહાસનો પાયો તો જૈનેતર વિદ્વાનોએ નાખ્યો છે, અને તે પણ વિદેશી વિદ્વાનોએ. જે વિદ્વાનો આ દેશમાં આવ્યા પણ ન હતા, જેમને જૈન પરંપરાનો સમર્થ કહી શકાય એવો પરિચય પણ ન હતો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 349