Book Title: Jain Dharm Vikas Book 03 Ank 04
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 9
________________ શ્રી સિદ્ધચકની તાત્વિક ભાવના. શ્રીસિદ્ધચક્રની તાત્વિક ભાવના. લેખક. જૈનાચાર્ય શ્રી વિજયસૂરિજી. (ગતાંક પૃષ્ઠ ૩૪ થી અનુસંધાન) આ વ્યવહાર યુગલિક ધર્મની હયાતીમાં ન હોય. જુઓ–આદિ દેવના અવન પ્રસંગે સ્વનેને અર્થ નાભિ કુલકરે કહ્યો. કારણ તે વખતે સ્વપ્ન પાઠકે ન હતા, એમ તીર્થોદગાલી પન્નામાં કહ્યું છે. ] તેઓની પાસેથી પુત્ર પ્રાપ્તિનો નિશ્ચય કર્યા બાદ રાણુને ગર્ભના પ્રભાવથી થતા દેહલા પૂરે. તિર્યભક દે પ્રભુના ઘરમાં નિધાને ભરે છે. તથા માતાના ગર્ભમાં પણ પ્રભુને પાછલા ભવના ત્રણ જ્ઞાન હોય છે. આ પ્રસંગે એ સમજવાનું છે કે—જેમ તીર્થંકર પ્રભુ ત્રણ જ્ઞાન સહિત માતાના ગર્ભમાં અવતરે તેમ બીજા પણ ભાગ્યશાળી જીવ અવતરે છે. દ્રષ્ટાન્ત તરીકે જુએ–શાંતિનાથ પ્રભુ પોતે પાછલા ૮મા ભાવમાં વાયુધ નામના ચક્રવત્તી હતા ત્યારે તે પાછલા ભવના ત્રણ જ્ઞાન સહિત માતાના ગર્ભમાં અવતર્યા હતા એમ શાંતિનાથ ચરિત્રમાં કહ્યું છે. એવી રીતે શ્રી પ્રજ્ઞાપના સૂત્રના પાંચમા પદમાં ‘તિહિંનાણે હિં' આ પદની વ્યાખ્યા કરતાં શ્રી મલયગિરિ મહારાજાએ અને ભગવતીસૂત્રના ત્રીજા શતકના ત્રીજા ઉદ્દેશની ટીકામાં શ્રી અભયદેવસૂરિજીએ અવધિજ્ઞાનના પ્રસંગે જણાવ્યું છે. વળી આ જે પાછલા ભવનું અવધિજ્ઞાન તે દરેક ભાવિ તીર્થકરેને એકસરખું ન હોઈ શકે. કારણ એ કે-જે તીર્થકર જે દેવલોક વગેરે સ્થાનમાંથી માતાની કુક્ષિમાં અવતરે, તે સ્થાનમાં પહેલાં તેમને જેટલું અવધિજ્ઞાન હતું તેટલું અહીં પણ સાથે આવે, એમ સેનપ્રશ્નમાં કહેલ છે. આ ચ્યવન કલ્યાણકના પ્રસંગે ઇંદ્રાદિક દે મેરૂ પર્વતની ઉપર જઈને આ ચ્યવન કલ્યાણકને મહત્સવ કરે છે. જે સમયે પ્રભુ જન્મ, તે સમયે ગ્રહે ઉચ્ચ સ્થાનમાં વર્તે, દિશાઓમાં શાંતિ હોય, પવન અનુકૂલપણે વાય, સર્વત્ર સુકાલ હોય. આ ઉત્તમ સ્થિતિપ્રભુના જન્મકલ્યાણકના પ્રભાવથી થાય છે. વળી સર્વ સ્થળે પ્રકાશ ફેલાય, નરમાં પણ અનુક્રમે (તરતમાયે) અજવાળું હોય, અહીં પુરાવો એ કે સ્થાનાંગસૂત્રમાં જન્માદિ ચાર પ્રસંગે પ્રકાશ હોય, એમ કહ્યું છે. આ પવિત્ર પ્રસંગે છપન દિકકુમારીઓ કે જે ભુવનપતિ નિકાયમાં વસનારી હોય છે તે દિકકુમારિકા દેવીઓ પિતાના આસને કંપાયમાન થવાથી પ્રભુને જન્મ થયે, એમ જાણી તે સ્થળે સૂતિકર્મ કરવા માટે આવે છે. તેમાં ૮ અધેકની અને ૮ ઊર્વકની, ચાર દિશાની આઠ આઠ, અને ચાર વિદિશાની એકેક મલીને ૪, અને મધ્યરૂચકદ્વીપની ચાર દિશામાં રહેલી ૪ સર્વ એકઠી કરતાં

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40