Book Title: Jain Dharm Vikas Book 03 Ank 04
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 36
________________ જૈનધર્મ વિકાસ. સંભાળી લઈએ તેવી આજ્ઞા મંગાવી આપે, તો આજ્ઞા આવેથી અમેને તેમ કરવામાં વાંધો નથી. આમ ગણપતલાલભાઈ આ દાવમાં ફાવ્યા નહિ એટલે વિલે મેઢે પાછા ગયા. બાદ મુનિરાજે વિહાર કરી અમદાવાદ પહોચી ગયા. છતાં પણ હજુ સુધી ટ્રસ્ટીઓએ તેમના પૂજને લખી, મોકલેલ સામન પાછો આપવાની વીનવણી કરી નથી. એ જ બતાવે છે કે તેમની આપવાની ઈચ્છા નહોતી, પણ એ જાતને દાંભિક દાવ ખેલવાની ભાવના હતી. - ઉપરોક્ત હકીકતથી મુનિવર્યો અને સંઘના સભ્ય પ્રત્યે સાગરગચ્છના ટ્રસ્ટીઓની અકડાઈ અને બેપરવાઈભરી વર્તણૂકથી સાગરસંઘને દુનિયાભરમાં બેવકુફ અને અળખામણું બનવું પડે છે. માટે સાગરસંઘના હરેક સભ્યોને અમારી અભ્યર્થના છે કે જરા કાર્યવાહકની બેદરકારી ભરેલી વર્તણુક અને જેહકમી પ્રત્યે દુર્લક્ષ ન આપતાં જાગ્રત બની સંઘની ફજેતી થતી અટકાવે. વર્તમાન-સમાચાર. અમાવા લવારની પિળના ઉપાશ્રયે પિસવદિ ૩ ના સહવારના નવ વાગે સદગત આચાર્યદેવ શ્રી વિજયનીતિસૂરિજી મહારાજની જયંતિ ઉજવવા એક સભા યોજવામાં આવી હતી. સભાનુ અધ્યક્ષસ્થાન આચાર્ય શ્રીવિજ્યહર્ષસૂરિજી મહારાજ લેવાના હતા, પરંતુ તેમના પગને ઇજા થયેલ હોવાથી તેઓ સભામાં આવી ન શકવાથી પન્યાસ શ્રી દાનવિજયજી મહારાજના અધ્યક્ષસ્થાને સભાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં પાઠશાળાના બાળકોએ મંગળાચરણ કર્યા બાદ પં. કલ્યાણ વિજયજી મહારાજ પોતાની છટાદાર સલીથી પૂ. આચાર્યદેવના કાર્યોની સમીક્ષા કરી સભાજનેને સદ્દગતના જીવનથી પરિચીત કર્યા હતા, બાદ મુનિશ્રી મલયવિજયજી, મુનિશ્રી અશોકવિજયજી અને મુનિશ્રી ઉમેદવિજયજી આદિ મુનિગણે પણ તીર્થોદ્ધારક આચાર્યદેવના જીવનના અનેક દાખલાઓ અને અનુભવે સભાજનોને વર્ણવ્યા હતા. બાદ શાસનપ્રભાવક આચાર્યશ્રીના જીવન નના લેખક ફુલચંદભાઈ અને મુલચંદભાઈ વિરાટીએ પણ આ મહાન વિભૂતિના ગુણોના અને સ્વભાવના અનેક વખાણ કરવા સાથે આચાર્યશ્રીના શિષ્યાદિ પરિવાર અને ભક્તજનેને તેઓશ્રીના આરંભેલા કાર્યો પરિપૂર્ણ કરવા માટે આગ્રહપૂર્વક ભલામણ કરી હતી. અંતમાં પ્રમુખશ્રીએ ગુરૂદેવના

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40