Book Title: Jain Dharm Vikas Book 03 Ank 04
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 37
________________ વર્તમાન-સમાચાર. જીવન બાબત પ્રકાશ ફેંક્તા તેઓશ્રીના પ્રેમભાવ, નીખાલસતા અને સમ દ્રષ્ટિનાં વખાણ કર્યા હતાં. બાદ સમય થઈ જતાં સભા બરખાસ્ત કરવામાં આવી હતી. તેમજ તે દિવસે લવારનીપળ, ડહેલાના અને વીરના ઉપાશ્રયે એમ ત્રણે ઠેકાણે ચુનંદા ગવૈયા પાસે રાગરાગીણીથી પૂજાઓ ભણાવવા સાથે પરમાત્માને આયર્ષક અંગરચનાઓ પણ કરાવવામાં આવી હતી. અમાવા. લવારનીપળના ઉપાશ્રયે આચાર્યશ્રી વિજયહર્ષસૂરિજી મહા- 1 રાજના નેતૃત્વ નીચે પદવી પ્રદાનની મહા સુદિ ૧૧ ના સહવારના નવ વાગે નંદિની સન્મુખ કીયા કરાવવામાં આવી હતી. આ પ્રસંગે ઉપાશ્રય અને સરિયામને દેવજપતાકાઓથી સણગારવામાં આવ્યો હતે અને પદવીપ્રદાનની ઉજવણી અંગે ઘણાજ ઠાઠમાઠથી ચુનંદા ગવૈયાઓ પાસે રાગરાગણીની પૂજા ભણાવવા સાથે આકર્ષક આંગી કરાવવામાં આવી હતી. નંદિની ક્રિયા કરી રહ્યા બાદ આચાર્યશ્રીના વરદહસ્તે મુનિશ્રી વિદ્યાવિજયજી ગણિવર્ય અને મુનિશ્રી પ્રમોદવિજયજી ગણિવર્ય આદિ બે મુનિપંગને પન્યાસ પદારોપણ વીધી કરાવી વાસક્ષેપ નાખ્યા હતા. જે બાદ મુનિશ્રી રામવિજયજીના શિષ્ય મુનિ સુપ્રવિજયજીને, અને મુનિશ્રી કેશરવિજયજીના શિષ્ય મુનિપ્રેમવિજયજીને તેમજ સાધ્વી સુશીલાશ્રીજીના શિષ્યા સાધ્વી સુમંગળાશ્રીજીને બ્રહ દીક્ષાની વીધી કરાવી વાસક્ષેપ નાખ્યો હતો, જે બાદ ચતુર્વિધ સંઘે પન્યાસપ્રવરે, મુનિવર્યો અને સાધ્વીજીના મસ્તકે વાસક્ષેપ મીશ્રીત તાંદુલ નાખ્યા હતા. અંતમાં આચાર્યશ્રીએ સમાચિત પ્રવચન કર્યા પછી પ્રભાવના લઈ સૌ વીખરાઈ ગયા હતાં. અમાવા. લવારનીપળના ઉપાશ્રયે શેઠ ભગુભાઈ ચુનીલાલ સુતરીયા તરફથી શ્રીભગવતીસૂત્ર ચાતુર્માસ પહેલાથી વંચાવવાને પ્રારંભ થયેલે, તે સૂત્રનું સંપૂર્ણ વાંચન મહા વદિ ૧૦ ના પન્યાસશ્રી કલ્યાણવિજયજી મહારાજે સમાપ્ત કરેલ હોવાથી તેની ઉજવણીમાં શેઠશ્રી તરફથી મહા વદી ૫ થી મહાવદિ ૧૩ સુધીને અષ્ટાલિકા મહોત્સવને પ્રારંભ કરી દરરોજ જુદા જુદા પ્રકારની ચુનંદા ગવૈયા રેકી રાગરાગણીથી પૂજાઓ ભણાવવા સાથે પરમાત્માઓને આકર્ષક નવીન નવીન ભાતની અંગરચનાઓ કરાવવામાં આવતી હતી, તેમજ સૂત્ર સમાપ્તિના દિને વ્યાખ્યાન અને પૂજામાં શ્રીફળની પ્રભાવના શેઠશ્રી તરફથી કરવામાં આવી હતી. ઘારીતાના શ્રી જૈન સેવાસમાજ, આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી લાયબ્રેરી અને મોટી ટેળી તરફથી તીર્થોદ્ધારક આચાર્યદેવની જયંતિ ઉજવવા પિસ વદિ ૩ની એક સભા જવામાં આવી હતી. જેમાં પં. મંગળવિજયજીએ

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40