Book Title: Jain Dharm Vikas Book 03 Ank 04
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 27
________________ પ્રીયદશી ઉર્ફે સંપ્રતિ. (૬) પૃ. ૧૧૪ ઉપર શિલાલેખના અનુવાદ કરતાં અમે જણાવ્યું છે કેજૈન શાસ્ત્રો કાર્તિક સુદ ચૌદશ, ફાગણ સુદ ચૌદશ અને આષાઢ સુદ ચૌદશને ચાતુર્માસી તરીકે ઓળખાવે છે. હમેશાં તેમજ આ ત્રણ વઈને બાકીની નવ ચતુર્દશીએ કરવાની ધાર્મિક ક્રિયાઓ અને આ મહત્વની ત્રણ ચાતુર્માસીએ કરવાની ધાર્મિક ક્રિયાઓમાં પણ તફાવત હોય છે. પાપની આલોચના માટે જૈને પ્રતિક્રમણ કરે છે.” ઈ. ઈ. અમારા આ શબ્દ ઉપર પિતે અભિપ્રાય જણાવતાં લખે છે કે– “કાલિકાચાર્ય મહારાજથી સંવત્સરી ભાદરવા સુદ ૫ ના બદલે ચોથ નિર્માણ થયેલી આપણે સાંભળેલી છે. જ્યારે ચોથ થયેલ ત્યારે ચાતુર્માસી પુનમના બદલે ચૌદસ થયેલી આપણે સાંભળેલી છે. છતાં ડે. સંપ્રતિના સમયે ચૌદશ હશે એમ લખે છે, તે પણ વિચારવા જેવું મને લાગે છે. જ્યાં ચૌદ પૂર્વધરને સમય ! અને કયાં એક પૂર્વધરને સમય. બનેમાં કેટલું આંતરૂ! તેનું જ ધ્યાન ડે. આપશે, એવી મારી ધારણા છે.” આ સંબંધી અમારે ખુલાસે આ પ્રમાણે છે. ઉપરોક્ત તેઓશ્રીના શબ્દોને ફલિતાર્થ એમ થાય છે કે–(૧) કાલિકાચાર્ય મહારાજ એક પૂર્વધર હતા. જ્યારે સંપ્રતિ સમ્રાટના સમયે તો દશ પૂર્વનું જ્ઞાન અસ્તીત્વમાં હતું. (૨) વળી કાલિકાચાર્ય મહારાજની પૂર્વે સુદ ૫ ની સંવત્સરી અને ચૌદશની પૂર્ણિમાને દિવસે ચાતુમાંસી થતી હતી. તે બદલીને તેમણે જ સુદ ૪ ની સંવત્સરી અને ચૌદસની ચાતુર્માસી કરી સમજાય છે. આ બે કથનમાંના પહેલા સાથે અમે સંમત છીએ જ્યારે બીજા કથનથી કિંચિત્ છૂટા પડીએ છીએ તે આ પ્રમાણે જાણવું. સુદ ૫ ને બદલે સંવત્સરી સુદ ૪ ની કરવા મંડાઈ તેથી ચાતુર્માસી પણ પૂર્ણિમાને સ્થાને ચૌદશની કરાવા માંડી, એ કાંઈ નિરધાર જ થત નથી. જો એમ હોય તો તેને અર્થ એ થયો કે સુદ ૪ ના પલટાની પહેલાં બાર માસમાં બાર પૂણિમાઓનીજ ચાતુર્માસી કરાતી હતી અથવા અમાવાસ્યાને હિસાબ પણ લેખવામાં આવે તે વીસ ચાતુર્માસી થતી હતી. પરંતુ કાતિક સુદ ૧૪, ફાગણ સુદ ૧૪ અને આષાઢ સુદ ૧૪ કરાતી જ હતી. આ અર્થ શાસ્ત્રસંમત નથી કેમકે શાસ્ત્રમાં તે પાક્ષિક અને ચાતુર્માસી એમ બને પર્વ ભિન્ન હોવાનો ઉલ્લેખ છે. આ પ્રશ્ન “પંચાંગ પદ્ધતિમાં પૃ. ૧૬ ઉપર તેમજ “સેનપ્રશ્નમાં સારી રીતે છણાવાયું છે તે વાંચી જવા વાચકને વિનંતિ છે. અને જે એમ અર્થ કરવામાં આવે કે સુદ ૪ ના પલટા પહેલાં પણ પાક્ષિક પર્વ પૂણિમા તથા અમાવાસ્યાના દિવસે ઉજવાતું હતું અને ચાતમસી તે ચૌદશને દિવસે જ ઉજવાતી હતી. એટલે કે બાર માસમાં ૨૪ પાક્ષિક અને ૩ ચાતુર્માસી મળી કુલ ૨૭ પર્વના દિવસો હતા, તે હકીક્ત અમારે પણ મંજુર છે. ને તે જ હકીકત શાસ્ત્રસંમત છે તેમજ સમ્રાટ સંપ્રતિએ .

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40