Book Title: Jain Dharm Vikas Book 03 Ank 04
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 25
________________ પ્રીયદશી ઉ સંપ્રતિ, હ અમારા આ શબ્દો ઉપર પિતે ટીકા કરતાં લખે છે કે–“રાજ્યાભિષેકના લગભગ બારમા વર્ષે આ શાસન છેતરાવ્યું છે તે વખતે તેઓશ્રીનું અંતઃપુર કેટલું હશે? કે સેંકડો-હજારો જાનવરોને સંહાર થતું હશે. તેજ ખ્યાલમાં રાખી આ લેખ સંપતિને નથી જ એમ આપણને શું નહી લાગે ?” આ સંબંધી અમારો ખુલાસે નીચે પ્રમાણે છે. સેંકડો અને હજારો પ્રાણને સંહાર તે સંપ્રતિની પૂર્વેના સમયે થતા હતા, (થ હતો અને થતો હશે આ બે શબ્દો વચ્ચેનો તફાવત જ સ્વયં કહી આપે છે કે કયાંક સમજણ ફેર થાય છે.) તેના પિતાના સમયે તે તે ઘટી ઘટીને કેવળ ત્રણની સંખ્યાએ જ આવીને અટકો છે. આ સ્થિતિજ તેની ધર્મશ્રદ્ધા અને ધગશને પુરા આપે છે. તથા નિશંક સાબીત થાય છે કે લેખ કતરાવનાર પણ સંપ્રતિ પિતે જ છે. (૪) તીર્થકરના જીવના ગર્ભ પ્રવેશ સમયે તેમની માતા ચૌદ સ્વપ્નાં જુએ છે. તે સંબંધી પૃ. ૬૫ ઉપર અમે જણાવ્યું છે કે “આવાં સોના ચાંદીનાં સ્વપ્ન વર્ષ થયાં પર્વ દિવસમાં પ્રજાને બતાવવામાં આવે છે. (આજે પણ જૈન ઉપાશ્રયમાં પર્યુષણમાં ભાદરવા સુદ એકમના દિવસે એ સ્વપ્ન બતાવાય છે.) એની શરૂઆત સંપ્રતિ યાને પ્રિયદર્શીએ કરી હેવાને જ સંભવ છે. અમારા આ શબ્દો ઉપર પોતે જણાવ્યું છે કે આગામે પુસ્તકારૂઢ ૯૮૦ -૯૩ માં થયા છે. બાદ કલ્પસૂત્ર સંઘ સમક્ષ વંચાવવાનું શરૂ થયેલું દેખાય છે. તે પુસ્તકારૂઢ વગર સ્વને કઈ રીતે બતાવવામાં આવે તેજ ડો. ત્રીવનદાસ ખ્યાલ કરે તો આવી વસ્તુઓ ઈતિહાસથી અવળી સમજાવવાને કદી પણ પ્રયાસ કરે નહીં. આટલી વાત બરાબર સમજી કલ્પનાને સૂત્ર દ્વારા સાંધી જે લખાણું લખાય તો જ વાત ઈતિહાસના પ્રમાણભૂત માની શકાય. બાકી અસત્ય ઇતિહાસ શાસનને નુકશાન રૂપ નીવડે છે અને તે તમારા આત્મા અને શાસનને લાભદાયી નથી હેતે તે ખ્યાલમાં રાખવા ખાસ ભલા મણ છે.” અમારે ખુલાસો નીચે પ્રમાણે છે–તેમણે જે શબ્દમાં અમને હિતકારક સલાહ આપી છે તે જોતાં તેમને અંતરાત્મા અમારી આ રજુઆતથી કે કકળી ઉઠ્યો છે તે સારી રીતે સમજાય છે. તે સલાહને શિરેમાન્ય રાખી વિનમ્રભાવે જણાવવાનું કે અમે કલ્પસૂત્ર કે પુસ્તકારૂઢની વાત જ કરી નથી. સંભવિત છે કે પયુષણમાં કલ્પસૂત્ર વાંચન વખતે બતાવાતાં સ્વપ્નની અમે જણાવેલ હકીકત ઉપરથી તેમણે તે પ્રસંગ છેડ્યો હશે. તો જણાવવાનું કે તે શબ્દો તો અમે કૌંસમાં મૂક્યા છે, એટલે કે તેને ગૌણ માની છે. ઉપરાંત અમે તે “પર્વ દિવસમાં” આમ થાય છે એમ લખ્યું છે અને પૂર્વ દિવસો

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40