Book Title: Jain Dharm Vikas Book 03 Ank 04
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 24
________________ જૈનધર્મ વિકાસ સ્થિતિ તે લાવી શકે છે તે કાંઈ ઓછું પ્રશંસનીય નથી. વળી આ ત્રણ પ્રાણીઓને વધુ પણ તેણે બંધ તે કરાવી દીધો જ છે. જે તેનું બનત તે આ વધ પણ તુરતજ અટકાવી દેત; પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે રાજરસોડું તેની એકલાની અંગત વસ્તુ નહોતી. એટલે જ અનુક્રમે ક્રમે ક્રમે તે અમલ કરાવી શકે છે. વળી ૨, અને ૩ પંક્તિના લખાણ ઉપર પૂ. પં. ગણિજી મહારાજ પિતાના વિચાર જણાવતા લખે છે કે “શિલાલેખ વિચારતાં આપણું હૃદય કંપ્યા વગર રહે નહીં. કારણ કે જે આત્મા ત્રણ વર્ષની ઉમરે જાતિ સ્મરણ પામે અને પૂર્વ ભવ જાણવામાં આવે, છતાં આવી હિંસા બને તે અસંભવિત જ છે. છતાં કદાચ એક તરફ માની લઈએ કે બને ! તે કદી પણ હિંસાનો શિલાલેખ તે તેઓશ્રી કેતરાવે કે? તેજ બુદ્ધિથી વિચારીએ તે આપણા ખ્યાલમાં બધી વસ્તુ આવી જાય. વાસ્તે આ પ્રથમ શિલાલેખથી એમ જ નિર્ણય થાય છે કે શિલાલેખ અશોકને જ હોવો જોઈએ.” આ પ્રમાણેના તેમના શબ્દો પણ કાંઈક સમજૂતિ માગે છે. પ્રથમ તે સંપ્રતિ મહારાજને ત્રણ વર્ષની ઉમરે જાતિ સ્મરણ જ્ઞાન થયું નથી તેમ પૂર્વ ભવ જા પણ નથી. આ સ્થિતિ તે રાજ્યાભિષેક પછી ત્રીજા વર્ષે એટલે કે પિતે ૧૬–૧૭ વર્ષના હતા ત્યારે બનવા પામી છે. વળી રાજ્યાભિષેક પછી ત્રણ વર્ષને બદલે ત્રણ વર્ષની ઉમર લખવામાં તેઓશ્રીની સરત ચૂક થઈ હોય એમ પણ લાગતું નથી, કેમકે પોતે જ અન્ય સ્થાને “સંપ્રતિ બાળકે ગેખમાં બેઠા ગુરૂ મહારાજને જોઈ ઉહાપોહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું એમ લખ્યું છે. બીજુ શિલાલેખ કોતરાવવામાં પ્રિયદર્શીને કિંચિદંશે હીણપ પણ નથી જ. ઉલટુ પતે પ્રાણવધ તદ્દન બંધ કરાવ્યાની તેમાં જાહેરાત હેઈને, પિતાની કીતિ તો જગ આસ્કારા બને છે. (૨) “રાજ્યાભિષેકના ત્રીજા વર્ષે ગુરૂની મદદથી ધર્મનું જ્ઞાન પામ્યો.” આ અમારા લખાણ ઉપર પિતે ટીકા કરે છે કે-ઉપરોક્ત શબ્દથી તે વાત સિદ્ધ થાય છે કે ત્રણ વર્ષે ધર્મનું જ્ઞાન પામ્યો. તે તે આત્મા અહિંસામય જ હવે જોઈએ એમ ખ્યાલ આપે છે. આ સંબંધી અમારે ખુલાસો એ છે કે પિતે ધર્મનું જ્ઞાન પામ્યા એટલે તેનું આખું કુટુંબ ધર્મ પામ્યું એમ નથી. પિતે એકલે રસોડામાં માંસાહાર ન કરે, પરંતુ અન્ય કુટુંબીજનેનું શું? તેમને તે ધીમે ધીમે જ તે ધ્યેય તરફ દોરી શકે, કેમકે પડેલ ટેવ એકદમ છેડી શકાતી નથી જ. (૩) (પૃ. ૨૪) “પ્રિયદશીને આ શાસન રાજ્યાભિષેકના લગભગ બારમા વર્ષે કેતરાવ્યું છે અને જૈન ધર્મ તેણે રાજ્યાભિષેકના ત્રીજા વર્ષે સ્વીકાર્યો છે.”

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40