Book Title: Jain Dharm Vikas Book 03 Ank 04
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 22
________________ જૈનધમ વિકાસ યુગપ્રધાન પદે તે તેમનું જ નામ ગણાય. આ પ્રમાણે ત્રણ ચાર ગણત્રીથી શ્રી આર્યમહાગિરિજીને પણ સંપ્રતિના એક ગુરૂ તરીકે લેખવામાં વાંધો ન હેય. બાકી તે વેતામ્બર અને જનકલ્પીના ભેદે આર્યસહસ્તીજી જ તેમના ગુરૂ છે તે હકીકત પણ વારંવાર જણાવેલી છે જ. (૨) “ચૈત્યમય બનાવનાર સંપ્રતિ રાજાના કેઈ પણ જગ્યાના દેરાસર કે પ્રતિમા પર તેઓના નામના શીલાલેખે દેખવામાં આવે છે? અન્ય શીલાલેખે દેખાય છે?” આ તેમના પ્રશ્નના ખુલાસામાં જણાવવાનું કે – " પ્રથમ તો શીલાલેખ અને પ્રતિમાલેખ બને વસ્તુ જ જુદી છે. દેરાસરછમાંના લેખને શીલાલેખ જરૂર કહી શકાય. આવા પ્રતિમાલેખ અને દેરાસરજીના શિલાલેખ શા કારણથી અત્યારે ઉપલબ્ધ થતાં નથી તેને વિસ્તૃત ખુલાસો પ્રિયદર્શીના મજકુર પુસ્તકમાં જ પૃ૦ ૨૬૬-૬૭ માં આવે છે જ. પરંતુ ચિત્યમય પૃથ્વીને બનાવનાર સંપ્રતિએજ પોતાના શિલાલેખમાં (પૃ.૧૨૬ ઉપર જીઓ રૂપનાથને લેખ) નિર્દેશ્ય છે કે બીજા માળ સ્ટાર વિપત્તિ અરિસા સા રે વાનિ મિતા વાર” જેનો અનુવાદ ભિન્ન ભિન્ન વિદ્વાનોએ ભિન્ન ભિન્ન રીતે કર્યો છે. જેમકે પ્રો. હુલ્ટઝે (જુઓ પૃ૦ ૧૨૮) એ મુદત દરમ્યાન જંબુદ્દીપનાં જે દેવે મિશ્ર થયા નહોતા તેમને મિશ્ર કરવામાં આવ્યા આ પ્રમાણે જ્યારે બીજા એક વિદ્વાને દેવેને મનુષ્યની સાથે મેળવવામાં આવ્યા તે પ્રમાણે કર્યો છે. ડૉ. થેમાસે દેવેથી અણજાણ એવી હિંદની જંગલી જાતિઓને તેણે દેવનું જ્ઞાન આપ્યું, દેવપૂજાને માર્ગે વાળી-દેવ સાથે સંમીલિત કરી તે પ્રમાણે જ્યારે ડં. ભાંડારકરે “તેણે લોકોને એટલા બધા પવિત્ર બનાવી મૂક્યા કે તેઓ મરીને સ્વર્ગમાં દેવોની સાથે મીશ્રિત બન્યા, અને 3. રાધાકુમુદ મુકરજીએ “ધર્મ–દેવથી દૂર રહેલા માનને ધર્મદેવ બક્ષ્યા’ એ પ્રમાણે કર્યો છે. સમ્રાટ પ્રિયદર્શીને બૌદ્ધધમી અશોક લેખવાથી તેમણે આ પ્રમાણે ભિન્ન ભિન્ન અર્થ ઉપજાવી કાઢ્યા છે, ને ખરો ઉકેલ તેઓ કરી શક્યા નથી. જ્યારે પ્રિયદર્શીને જૈન સમ્રાટ સંપ્રતિ માનવાથી તેને ઉકેલ સફળ બની જાય છે, એવું જણાવીને અમે નેંધ કરી છે કે (જુઓ પૃ. ૧૨૬) “જે પ્રદેશમાં અત્યાર લગી દે (મુનિએ) વિચરતા નહતા ત્યાં તેમના વિહારને પ્રબંધ કરવામાં આવ્યો, એટલે કે જે અનાર્ય પ્રજા આજ લગી સાધુઓની સાથે મિશ્ર નહોતી બની અથવા તે સાધુઓ જે પ્રજાની સાથે મિશ્ર નહેતા બન્યા, ત્યાં પણ મુનિ વિહારને પ્રબંધ કરીને પ્રિયદર્શીએ એ બન્નેને મિશ્ર બનાવ્યા.” સાથોસાથ એ અર્થ પણ સંભવિત છે કે “આજ લગી અનાર્ય પ્રજાઓ દેવમંદિર અને દેવમૂર્તિઓથી અણજાણ-અમિશ્રિત હતી, પરંતુ પ્રિયદર્શીએ સમસ્ત જંબૂદ્વીપને દેવમંદિરો અને પ્રભુ પ્રતિમાઓથી અલંકૃત બનાવી,

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40