Book Title: Jain Dharm Vikas Book 03 Ank 04
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 21
________________ પ્રીયદશી ઉર્ફે સંપ્રતિ. પ્રિયદશી ઉર્ફે સંપ્રતિ અંગેના પ્રકાશકના ખુલાશાઓ અને તે તેના પર પૂ પન્યાસજીનું ટિપ્પણ. 3. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ તરફથી છપાતાં “પ્રિયદર્શી ઉર્ફે સંપ્રતિ” ના કેટલાક ફરમા પૂજ્ય પન્યાસશ્રી કલ્યાણવિજયજી મહારાજને અવલોકન અને ઘટીત સૂચના આપવા માટે ચાતુર્માસ પહેલા મળેલ, જેનું અવલોકન કરતાં જે શંકાઓ ઉત્પન્ન થયેલ તે પૃષ્ઠવાર પ્રકાશક મહાશયને જણાવતાં તેમજ “જૈનધર્મ વિકાસમાં પ્રકાશન કરાવતા, અમુક અંતર બાદ તેમના તરફથી આવેલ શંકાના ખુલાસાઓ અને ડેકટરશ્રીના ખુલાસાનું અવલેન કર્યા બાદ, તેમના ખુલાસા પરથી ઉભી થતી પરિસ્થીતિનું અમારૂ દીગદર્શન ડોકટર મહાશયની વિજ્ઞપ્તિથી તેઓશ્રીને ન્યાય મળે તે ખાતર “જેને ધર્મ વિકાસમાં પ્રસિદ્ધ કરાવવામાં આવે છે. ડેકટર તરફથી ટુંક સમયમાં ઉપરોક્ત પુસ્તક બહાર પડનાર હોવાથી તેના કેટલાક છાપેલા ફરમા અમદાવાદમાં લુહારની પળે બીરાજતાચાતુમાં રહેલા પૂ૦ પં. શ્રી કલ્યાણવિજયજી ગણિને વાંચી જવા તથા ઘટતી સૂચના કરવા વિનંતિ કરીને આપેલ, તેઓશ્રી તરફથી દ્વિતીય જ્યેષ્ઠ સુદ ૬ શનીવારની મીતીને (પૃષ્ઠવાર ટાંકી, ઉભી કરેલ છે અને બીજી બે સામાન્ય કુલ આઠ શંકા સહિતને) એક સ્વતંત્ર પત્ર મને મળેલ, તેમાં થતી ગેર સમજુતીથી ખુલાસાના પ્રત્યુત્તરે જણાવેલ કે–અમદાવાદમાં હું વંદન કરવા રૂબરૂમાં આવીશ ત્યારે કહીશ. દરમ્યાન તે આખો પત્ર “શ્રી જૈનધર્મ વિકાસમાં પ્રગટ થયાનું એક સ્નેહી તરફથી જાણમાં આવતાં તથા કાઠીયાવાડમાં કામ પ્રસંગે જવાનું થતાં, વચ્ચે અમદાવાદ ઉતરેલ ને તેઓશ્રીને ખુલાસા આપી સંખ્યા, તેમજ વાચક વર્ગની જાણ માટે તેજ પત્રમાં પ્રગટ કરવા તેઓશ્રીને વિનંતિ સાથે મોકલેલ છે. | મેઘમ બે શંકાને ખુલાસઃ-(૧) સંપ્રતિ મહારાજના ગુરૂનું નામ આખા પુસ્તકમાં અનેક વાર આર્યસહસ્તીજી જે કે લખાયું છે, પરંતુ એક બે સ્થાને એક ગુરૂ આર્યમહાગિરિજી” કે “ગુરૂમાંના એક આર્યમહાગિરિજી' એમ પણ લખાયું છે. તે એવી બુદ્ધિથી કે અવંતીમાં જ્યારે રથયાત્રાના પ્રસંગે સંમતિએ આચાર્યજીને વાંદ્યા છે ત્યારે બન્ને મહાનુભાવ (શ્રી આર્ય મહાગિરિજી અને શ્રી આર્યસુહસ્તીજી) નું સાનિધ્ય હતું. એટલે એક રીતે આર્યમહાગિરિજી ગુરૂ તે થયા જ વળી બેમાં મોટા તેઓશ્રી હતા અને મોટામાં નાના સમાઈ જાય તે નિયમે પણ તેઓશ્રી ગુરૂ જ કહેવાય. ઉપરાંત બન્ને આચાર્યો ભલે વિદ્યમાન હતા, પરંતુ જ્યાં સુધી મેટા આર્યમહાગિરિજી હયાત હોય ત્યાં સુધી

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40