Book Title: Jain Dharm Vikas Book 03 Ank 04
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 14
________________ ૭૨ જૈનધર્મ વિકાસ, તેમણે વિ. સં. ૧૭૮ માં એટલે વિ. સં. ૧૦૮ માં શત્રુંજય મહાતીર્થનો ઉપદ્રવ દૂર કર્યો, ને જાવડશાએ શ્રીવાસ્વામિજીના ઉપદેશથી તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિને ઉદ્ધાર કર્યો. (૬) તે શ્રીવાસ્વામિજી. વી. સં. ૫૮૪ માં એટલે વિ. સં. ૧૧૪ માં ૮૮ વર્ષનું સંપૂર્ણ આયુષ્ય ભોગવી રાવર્તગિરિની ઉપર અનશન અંગીકાર કરી વિશિષ્ટ દેવતાઈ ઋદ્ધિને પામ્યા. ૩૮-પ્રશ્ન–પૂજ્ય શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજે પ્રત્યેકસૂત્રમાં અનુગની વહેંચણી કઈ સાલમાં કરી? ઉત્તર–વી. નિ. સં૦ ૫૮૪ માં એટલે વિક્રમ સંવત ૧૧૪ માં અનુયેગની વહેંચણી કરી એમ સંભવે છે. આ બાબતમાં વિશેષ વિચાર શ્રી લેકપ્રકાશની પ્રસ્તાવનામાં મેં જણાવ્યું છે. શ્રીઆર્યરક્ષિતસૂરિજી. વી. સં૦ ૫૭ માં (વિ. સં. ૧૨૭ માં. અને ઈસ્વીસન ૭૧ માં) ૭૫ વર્ષની ઉંમરે અનશન કરી દેવતાઈ ઋદ્ધિ પામ્યા (દેવ થયા) ૩–પ્રશ્ન–કૃષ્ણ મહારાજાનું આયુષ્ય કેટલું હતું ? ઉત્તર–તેમના ૧૬ વર્ષ કુમારપણામાં, ૫૬ વર્ષ મંડલિક રાજા પણામાં અને ૨૮ વર્ષ વાસુદેવપણુમાં ગયા. આ રીતે ૧૬૫૬+૨૮=૧૦૦૦ વર્ષનું * આયુષ્ય પૂરું કરીને કૃષ્ણ મહારાજા, ત્રીજી નરકે ગયા. આવતી ચોવીશીમાં બારમા “અમ' નામે તીર્થકર થવાના છે. ૪૦-પ્રશ્ન-કૃષ્ણ મહારાજાને ક્ષાયિક સમ્યકત્વ હતું, છતાં તે નરકમાં કેમ ગયા ? ઉત્તર–તેમણે ક્ષાયિક સમ્યકત્વ પામ્યા પહેલાં એટલે મિથ્યા દષ્ટિપણામાં નરકાયુષ્ય બાંધ્યું હતું, તેથી તે નરકમાં ગયા. ઓઘથી મિથ્યાત્વ ગુણઠાણે ચારે ગતિનું આયુષ્ય બંધાય છે. આયુષ્યને બંધ પડ્યા પછી સંયમધારિજી પણ બાંધેલા આયુષ્યને અનુસરતી ગતિમાં જાય છે. આથી સમજવાનું મલે છે કે- બીજા કર્મોનું ફલ ભેગવવાને માટે નિયત (અમુક જ) ગતિ ન હોય પણ આયુષ્ય કમને ભગવાને માટે તે અમુક ગતિ નિયત જ હોય છે. એટલે જે ગતિનું જે આયુષ્ય બાંધ્યું હોય, તે ગતિનું તે આયુષ્ય તેજ ગતિમાં ભગવાય. ૪૧–પ્રશ્ન–એમ કહેવાય છે કે- “જેવી મતિ હોય, તેવી ગતિ થાય” આ વાક્યનું ખરું રહસ્ય શું સમજવું? ઉત્તર–પરભવનું આયુષ્ય બાંધતી વખતે જેવી ભાવના હોય, તેને અનુસરીને તે ગતિનું આયુષ્ય બંધાય. એટલે શુભ ભાવના હોય તે શુભ ગતિનું આયુષ્ય બંધાય, અશુભ ભાવના હોય તે અશુભ ગતિનું આયુષ્ય બંધાય. આજ મુદ્દાથી પર્વતિથિ વગેરે શુભ નિમિત્તની આરાધના કરવાનું કહ્યું છે. (અપૂર્ણ)

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40