Book Title: Jain Dharm Vikas Book 03 Ank 04
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth
View full book text
________________
તીર્થ સ્તુતિઓ.
તીર્થ સ્તુતિઓ. રચયિતા–મુનિરાજ શ્રીસુશીલવિજયછે. (૨ અંક ૧૦ પૃષ્ઠ ૩૨૦ થી અનુસંધાન.)
(શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ.) ગત ચોવીશીમાં થયેલા, દાદર જિનરાજની,
સુણ વાણી અષાઢી શ્રાવકે, ભરાવી મૂર્તિ પાશ્વની બહુ કાળ સુધી પૂજાણી વિશ્વ, હાલ પણ પૂજાય છે,
સ્તવું શંખેશ્વર મૂર્તિતે, શંખેશ્વરે સોહાય છે. [૬] | શ્રી સ્થંભન પાર્શ્વનાથની સ્તુતિ.) શ્રી તીર્થ સ્થંભન પુર મહિ, સેહે સ્તંભન પાર્શ્વજી,
મૂર્તિ પ્રાચીન નીલમ તણી, શાસ્ત્ર પૂરે સાખજી; પૂછત ત્રણે લોકના સુર-, નર ઘણું સન્માનથી, વંદુ તેહને સર્વદા હું, ભક્તિ તણું અતિ રાગથી. [૭]
(શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથની સ્તુતિ.) કરેલી માલી સુમાલીએ, પ્રભુ પાર્શ્વ તણી મૂરતી,
અદ્વૈપદ્માસન અદ્ધર, અંતરીક્ષે આજે શોભતી; બીંગલપુર શ્રીપાલ ભૂપને, રેગ ટાળે સર્વથા,
એવી અંતરીક્ષ પાર્શ્વની, મૂર્તિની સુણિએ શુભ કથા. [૮]
(શ્રી પંચાસરા પાર્શ્વનાથની સ્તુતિ.) વનરાજ ચાવડા ભૂપ એ, બંધાવી જિન મંદિરને,
પંચાસરા પ્રભુ પાર્શ્વની, પધરાવી પૂનિત મૂર્તિને, દર્શ આનંદકારી થાઓ, પાટણ અણહિલપુરમાં, સમરું સ્નેહે તેહને હું, નીત્ય ઉઠી ઉરમાં. [૯]
(શ્રી સેરીસા પાર્શ્વનાથની રતુતિ ) તેવીસમા તીર્થંકર શ્રી-, સેરીસા પ્રભુ પાર્શ્વજી,
સેહે સેરીસા તીર્થમાંહે, અનુપમ જિનરાજજી; મૂર્તિ મનેહર અતિ સુંદર, તરન તારા નાથજી, પરમ પાવન દર્શ તેનાં, પાયો સેરીસા ધામજી. [૧૦]
(અપૂર્ણ.)
S

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40