Book Title: Jain Dharm Vikas Book 03 Ank 04
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 12
________________ જેનષમ વિકાસ, વખતે સૌધર્મેન્દ્ર પ્રભુને ખોળામાં લઈને બેસે છે. અભિષેક કર્યા બાદ પ્રભુને અલંકાર પહેરાવી પ્રભુની સ્તુતિ કરે છે. એ ક્રમે ૬૨ ઇન્દ્રો પણ અભિષેક કરે છે. છેવટે સૌધર્મેન્દ્ર ભક્તિના ઉલ્લાસથી ચાર બળદના રૂપ બનાવીને અભિષેક કરે છે. અહીં સર્વ મલી અભિષેકની સંખ્યા ૨૫૦ અને કલશોની સંખ્યા એક ક્રોડ અને સાઠ લાખ થાય છે તે આ પ્રમાણે–૧૯૪ ઈન્દ્રોના ૧૯૪ અભિષેક, ૪૬ ઈન્દ્રાણીયાના ૪૬ અભિષેક, દેના ૧૦ અભિષેક. ૧૯૪-૪૬–૧૦=૨૫૦. તેમાં ૧૯૪ ઈન્દ્રોના ૧૯૪ અભિષેક આ પ્રમાણે–ચંદ્ર અને સૂર્ય આ બે ઈન્દ્ર શિવાયના ૬૨ ઈન્દ્રોના દર અભિષેક થાય, તથા મનુષ્યક્ષેત્રના ૧૩૨ સૂર્ય ચંદ્રોના ૧૩૨ અભિષેક. બંનેને એટલે ૬૨-૧૩૨ તે ભેગા કરતાં ૧૯૪ અભિષેક થયા. હવે ઈંદ્રાણીના ૪૬ અભિષેક. તે આ પ્રમાણે. અસુરકુમાર નિકાયમાં રહેનારી. દક્ષિણ અને ઉત્તર દિશાની દશ ઈદ્રિયાણીના. ૧૦ અભિષેક જાણવા, તથા નાગકુમારનિકાય વગેરે નવ નિકામાં રહેનારી, દક્ષિણ અને ઉત્તર દિશાની સર્વ મલી જાતિની અપેક્ષાએ. ૧૨ ઇંદ્રાણીના ૧૨ અભિષેક જાણવા. તથા વ્યંતરની ૪ ઈંદ્રાણુના ૪ અભિષેક. અને તેવી જ રીતે જ્યોતિષ્કની ચાર ઈંદ્રાણીના ૪ અભિષેક જાણવા. તથા સૌધર્મ અને ઈશાન દેવકની ૧૬ ઈંદ્રાણીયાના. ૧૬ અભિષેક જાણવા. એમ ૧૦-૧૨-૪–૪–૧૬ નો સરવાળો કરતાં ૪૬ ઇંદ્રાણીયાના ૪૬ અભિષેક થાય. તથા દેવોના ૧૦ અભિષેક આ પ્રમાણે જાણવા. સામાનિક દેન ૧ અભિષેક, તથા ત્રાયશ્ચિશક દેને ૧ અભિષેક. અને ૪ સોમ યમાદિ લોકપાલ દેના. ૪ અભિષેક, તથા અંગરક્ષક દેને ૧. તથા પર્ષદાના દેને ૧. અને સૈન્યના અધિપતિ દેવને ૧, તથા છુટક દેવેન ૧. અભિષેક જાણ. એમ સર્વ મલી દેના ૧-૧-૪-૧-૧૧–૧–૧૦ અભિષેક થયા. એક અભિષેકમાં ૬૪ હજાર કલશે હેય. કારણ આ કલશે સોનાના, રૂપાના વગેરે આઠ જાતના હોય છે. અને તે દરેક જાતના ૮૦૦૦ આઠ હજાર કલશ હાય. તેથી ૮ હજારને આડે ગુણતાં તેટલા જ થાય. તેથી જ્યારે એક અભિષેકમાં ૬૪ હજાર કલશે હોય, અઢીસો અભિષેકમાં કેટલા કલશે હાય ? એ જાણવા માટે ૬૪૦૦૦ને ૪૨૫૦ ગુણતા=૧૬૦૦૦૦૦૦ ૧ જબુદ્ધીપમાં ચંદ્ર ૨ અને સૂર્ય ૨ લવણસમુદ્રમાં ધાતકીખંડમાં કાલોદધિમાં પુષ્કરામાં - ૧૨ ૧૨

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40