________________
* જનધર્મ વિકાસ
=
૫૬ થાય. તે બધી દિકકુમારિકાઓ આવીને પ્રેમથી પ્રભુને તથા માતાને નમસ્કાર કરે છે. પછી પ્રથમ કહેલી ૮ કુમારીકાઓ સંવર્તક નામના વાયુથી યોજન પ્રમાણે પૃથ્વીને સાફ કરે, તે પછીની આઠ કુમારિકાઓ તે સ્થલે સુગંધ જલ વર્ષા અને પુષ્પ પાથરે તથા બીજી પૂર્વ દિશાની ૮ કુમારિકાઓ હાથમાં ચાટલું લઈ ઉભી રહે, તથા દક્ષિણ દિશાની ૮ કુમારિકાઓ કલશ લઈને ઊભી રહે છે અને પશ્ચિમની ૮ કુમારિકાઓ હાથમાં પંખે લઈ પ્રભુને પવન નાખે છે અને ઉત્તરની ૮ કુમારિકાઓ આનંદથી ચામર વીંઝે છે, તથા વિદિશાની ચાર કુમારીઓ હાથમાં દીપક લઈને ઊભી રહે છે તથા છેલ્લી (મધ્યરૂચકદ્વીપની) ચાર કુમારીકાઓ નાળ છેદીને પ્રભુના અવયવની આશાતના દૂર કરવા માટે ભૂમિમાં દાટે છે તથા તે સ્થાને વેદિકા (એટલો) બાંધે છે, સુવાવડના ઘરની પશ્ચિમ દિશા છોડીને બાકીની ત્રણ દિશામાં કેળના ઘરે રચે છે તથા એ દરેક કદલીના ઘરમાં સિંહાસન સહિત ચાર શાલાવાળું એકેક મકાન બનાવે છે તથા પ્રભુ અને માતાને તેલાદિક ચળે, સ્નાન અને વિલેપના કરી રક્ષા પિટલી બાંધે, એ કરણ વ્યંતરાદિના દષ્ટિ દોષને હઠાવનારી છે. ત્યારબાદ તે દેવીઓ પ્રભુના કર્ણને નિપુણ બનાવવા માટે પત્થરના બે ગોળા પ્રભુની આગળ પછાડે છે અને એમ કહે છે કે-હે પ્રભુ! આપનું આયુષ્ય પર્વતના જેવું સ્થિર થાઓ. પછી જન્મસ્થળે આવીને માતાની અને પ્રભુની સ્તુતિ (શ્રી મહાવીર પંચ કલ્યાણક પૂજામાં કહ્યા પ્રમાણે) કરીને, ભક્તિને અનુમોદીને સ્વસ્થાને જાય છે.
પછી સોયમેન્દ્ર આસન ચલાયમાન થતાં અવધિજ્ઞાનથી પ્રભુને જન્મ જાણી હર્ષ પામે છે. વિનયથી એકવચન વાળા શકસ્તવે કરી પ્રભુને સ્તવ્યા બાદ આભિગિક દેવ પાસે સુષા નામની ઘંટા વગડાવે છે. તે ઘંટા વાગે ત્યારે બીજા સર્વ વિમાનની ઘંટાઓ પણ માહોમાંહે તારનું અનુસંધાન નહિ છતાં પણ દેવતાઈ પ્રભાવથી વાગે છે. આ ઘંટાના શબ્દો ઘણે દૂર રહેલા એવા પણ દેવ વગેરેને ઇંદ્રની આજ્ઞા સાંભળવાને માટે સાવધાન કરે છે, આભિયોગિક (સેવક) દેવ તેઓને ઈન્દ્રની આજ્ઞા કહી સંભળાવે છે. ઘણે દૂર રહેલા એવા પણ દેવ દેવીઓ ઘટના તે શબ્દો સાંભળી શકે. તેનું કારણ એ કે- પુદગલ પરિણામ રૂપ શબ્દની શક્તિ ભરપૂર હોય છે. આ શબ્દને નયાયિક લેકે – આકાશને ગુણ માને છે, પણ તેમ માની શકાય નહિ. કારણ કે–જે શબ્દને આકાશને ગુણ માનીએ તે ગુણને એવો સ્વભાવ છે કે તે કદાપિ પકડી શકાય નહિ. જેમ લાલ ચોપડીના લાલ રંગને ગ્રહણ કરવા ધારીયે તે ન જ
હણ કરી શકાય, તેમ શબ્દ પણ પકડાવો ન જોઈએ પરંતુ તે ફેનેગ્રાફ વગેરેમાં પકડાય છે એ વાત પ્રસિદ્ધ છે. માટે જેમ પરમાણુ વદિવાળે હોવાથી યુગલ છે, તેમ શબ્દ પણ તે હેવાથી પુદગલ રૂ૫ માનવે જોઈએ