Book Title: Jain Dharm Prakash 1923 Pustak 039 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. યામાં તો આવશ્યકમાં કહ્યા પ્રમાણેજ પાઠ બોલવાનો છે. ( ૭ પ્રકન—નમુથુણંમાં છેલી ગાથા ને અફઘા સિદ્ધા કહેવામાં આવે છે તે કયાની છે ? તેરાપંથીઓ તે ગાથા કહેતા નથી. ઉત્તર—એ ગાથા મૃતપરંપરાથી કહેવાય છે. ક્ષેપક છે. આપણે અવશ્ય કહેવાની છે. તેમાં દ્રવ્ય જિનને નમસ્કાર છે. પ્રશ્ન ૧—ધાતુની તથા આરસની પરિકરવાની પ્રતિમાઓની બંને બાજુ બે કાયોત્સર્ગ મુદ્રાએ ને બે પર્યકાસને મૂત્તિઓ હોય છે તે કોની હોય છે ? અને તે સિવાય ઉપર નીચે અને બાજુ ઉપર બીજું જે જે હોય છે તે શું છે ? ઉત્તર—બે કાયોત્સર્ગ મુદ્રાવાળી ને બે પર્યકાસનવાળી નાની જે મૃત્તિઓ હોય છે તે મૂળનાયકજીના નામની જ હોય છે. એટલે મૂળ બિંબ જે નામના હિોય તે નામનાજ પાંચ બિંબ હોય છે. માત્ર કષભદેવજીની મૂત્તિમાં (કેટલીકમાં) બે બાજુની કાયોત્સર્ગ મુદ્રાવાળી પ્રતિમાઓ નમિ વિનમિની હોય છે. . આ પાંચ મૂત્તિ સિવાય નીચેના ભાગમાં મધ્યમાં તે પ્રભુની શાસનદેવીની મૂર્તિ હોય છે. ઉપરાંત નવગ્રહની મૂત્તિઓ હોય છે, અને બીજી હસ્તિ વિગેરેની આકૃતિવાળી દેવમૂત્તિઓ હોય છે. ઉપરના ભાગમાં આઠ પ્રાતિહાર્યોની ગેડવણ હોય છે. તેમાં કેઇકમાં વધારે હોય છે, કઈકમાં ઓછું હોય છે, એક સરખું હોતું નથી. પ્રશ્ન –અષ્ટ માંગળિક તે શું છે? તે શાનાં ચિન્હ છે અને શું સૂચવે છે? ઉત્તર–એ આઠે લેકિકમાં ગણાતા માંગલિક પદાર્થો છે. તેને પ્રભુની આગળ ધરવાના–આળેખવાના છે. તે મંગળના સૂચક છે. બધા ન આવડે તો તેઓ પિકી સ્વસ્તિક ને નંદાવર્ત આલેખે છે. પ્રશ્ન ૩-નવકારવાળીના ૧૦૮ મણકા (પારા) હોય છે તે શું સૂચવે છે? અને તે ગણવાથી શું લાભ થાય ? ઉત્તર- નવકારવાળીના ૧૦૮ પારા પંચ પરમેષ્ટિના ૧૦૮ ગુણ સૂચવે છે. (અરિહંતના ૧૨, સિદ્ધના ૮, આચાર્યના ૩૬, ઉપાધ્યાયના ૨પ, સાધુના ર૭) એ ૧૦૮ પારા નવકારના એકેક પદવડે અથવા આખા નવકારવડે ગણવામાં આવે છે. સંખ્યાનું સ્મરણ રહેવા માટે એ ઉપગી છે. ચિત્તની સ્થિરતામાં સાધનભૂત છે; અને એ પ્રમાણે નવકાર સિવાય બીજા રતોત્ર ને મંત્રાદિક પણ ગણવામાં આવે છે. તેમાં રહેલી ૧૦૮ ની સંખ્યા શ્રેષ્ઠ ગણાય છે. નવકારવાળી ગણવાનાં ફળ આશ્રી તો શ્રાવિધિ, હિતશિક્ષાના રાસ વિગેરેમાં ઘણું વિસ્તૃત કથન છે. પ્રશ્ન ૪-સવારે દેરાસરમાં પ્રભુપૂજા કર્યા પછી પ્રથમ ચૈત્યવંદન કરવું ? નવકારવાળી ગણવી કે ધ્યાન કરવું ? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40