________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ. હિંદુઓ ઉપર જુલમ ગુજારી જેણે પાપને જ માત્ર સંગ્રહ કર્યો હતો, તેની પણ આખો મરતી વખતે ઉઘડી હતી. તેનાં બુરું કામોને તેને પસ્તાવો થયે હતે. જે રાજલોભને વશ થઈને ભુંડી રીતે ચાલ્યા તે મરતી વખતે સમજાયું હતું. અંતકાળે તેણે જાણ્યું કે તેણે કરેલાં સંગ્રહમાંનું કાંઇ પણ સાથે આવવાનું નથી. ખાલી હાથે આ દુનિયામાં આવ્યા હતા અને ખાલી હાથે જવાનો છે. - રતાં સુધી જે એણે મારું મારું કર્યું હતું તેમાંનું કાંઈ પણ એનું નથી એ જ્ઞાન તેને મરણ સમયે થયું, એટલું જ નહિ પણ રાજભ માટે હિંદુઓના દેવળે તોડ્યાં, તેમને વટલાવ્યા, તીર્થોની જગ્યા ઉપર તેમજ મનુષ્ય ઉપર નહિં છાજતા વેરા નાખ્યા, પિતાની વસ્તીમાં ભિન્નભાવ રાખ્યો, પિતે જાણતા છતાં ઓટો ઇન્સાફ કર્યો, બીનગુન્હેગારને પિતાની સત્તા જમાવવા કારાગ્રહમાં પૂર્યા, લેકની વ્યાજબી દાદ સાંભળી નહિ, હિંદુઓના ધમની જગ્યા ઉપર ગેરકાયદેસર પિતાને પગ પેસારો કર્યો. આવાં બુરાં કામે પિતાના દીકરા ન કરે માટે પોતાના અંતકાળને ખરે હેવાલ પિતાના દીકરાને તેણે લખી જણાવ્યું છે તે આ પ્રમાણે–
૧ આજીમશાહ ઉપર લખેલે કાગળ. તમારી કુશળતાં ચાહું છું. તમને મળવાને ઇચ્છું છું. ઘડપણ આવ્યું છે. આખા શરીરમાં નબળાઈ ભરાઈ ગઈ છે અને સઘળા સ્નાયુઓ નબળા પડી ગયા છે. આ દુનિયામાં અજાણ્યા મુસાફર તરીકે આવ્યો છું ને અજાણ્યા મુસાફર તરીકે જાઉં છું. હું જાણતા નથી કે હું કોણ છું અને મારું શું થવાનું છે? મેં અધિકાર ભેગો પણ તેણે મને પાછળથી દીલગીરી ઉત્પન્ન કરી છે. મેં રાજ્યનું ભલું ઈચ્છયું નથી ને સંભાળ રાખી નથી. મારો અમૂલ્ય વખત નકામે ગયે છે. મારા આત્માને પીછા નથી. મને દોરનાર મારે આત્મા હતા, પણ અજ્ઞાનના ને લેભના મારી આંખે પડળ આવ્યાથી મેં આત્માના જ્ઞાની ચળકાટને દીઠે નહિ. આ દુનિયામાં માણસની જીંદગી કાંઈ અમર નથી. મારા કરેલા નઠારા કામને લીધે ભવિષ્યમાં મારું સારું થવાની હવે કાંઈ પણ આશા નથી. શરીરમાં તાવે છે. ચામડી ને હાડકાં વિના હવે કાંઈ રહ્યું નથી. મારે પુત્ર કામબ જે કે વિજાપુર તરફ ગયે છે પણ મારી નજીક હોય એમ લાગે છે, અને તું તેથી પણ વધારે નજીક જણાય છે. મારા વહાલે પુત્ર શાહઆલમ ઘણે દૂર છે. અને મારો પિાત્ર અજીમઉશાન ઈશ્વરેચ્છાથી ઉત્તર હિંદુસ્થાનમાં આવે છે. છાવણીનાં અને તેમાંનાં બીજાં માણસ દુઃખી હાલતમાં પારાની માફક અસ્થિર અને ભયંકર સ્થિતિમાં છે. પિતાના ધણીથી જુદા પડ્યા પછી તેઓને માલમ નથી કે તેમને ધણી છે કે નહિ ? આ દુનિયામાં હું કાંઈ પણ લઈને આવો નથી અને માણસની નબળાઈ વગર કોઈ પણ લઈ જતે
For Private And Personal Use Only