Book Title: Jain Dharm Prakash 1923 Pustak 039 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુબોધ વ્યાખ્યાન. ૧૩૫ ૬ શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળનો ત્રીજા વર્ષને પિટ ૭ શ્રી મહુવા જૈન યુવક મંડળને સં. ૧૯૭૬ થી ૭૮ ને રિપોર્ટ. ૮ શ્રી મુંબઈ જેન માંગરોળ સભાને સં. ૧૯૭૮ ને રિપેર્ટ. ૯ શ્રી અમરેલી ગેરક્ષક પાંજરાપોળનો સં. ૧૯૭૮ ને રિપિટ ૧૦ શ્રી આત્માનંદ જૈન ટેકટ સેસાઇટી અંબાલાને રિપોર્ટ: ૧૧ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા-પાટણને સં. ૧૭૬-૭૭ને રિપોર્ટ. આ સિવાય પણ કેટલાક રીપેટ મળેલા છે તે બાબત હવે પછી પ્રસંગેપાત લખશું. સુબેધ વ્યાખ્યાન. મનુષ્યની જીદગી ટૂંકી છે. કોઈને માલુમ નથી કે તે કયારે નાશ પામશે. અજાણપણમાં માણસ અંધારામાં અડબડીયાં ખાય છે, માયામાં મહી પડે છે, લોભને આધીન થઈ નહિ કરવાનાં કામ કરે છે, જુવાની ને અધિકારના મદમાં તે આંધળો થઈ જાય છે. પોતાની ભૂલ પિતાને માલમ પડતી નથી. જ્ઞાની છતાં તેના જ્ઞાન ઉપર માયાનું પડ બંધાઈ જવાથી લાભ તેને જે રીતે દોરે છે તે રસ્તે જાય છે. ખરા બેટાની પરીક્ષા પડતી નથી. પણ અંતકાળે તેની આ ખો ઉઘડે છે, માયાનું મજબુત પડ ઉઘડી જાય છે, તેનાં કરેલાં બુરા કાર્યની તેને સમજણ પડે છે. જુવાનીની મજબુત છાતી નરમ પડે છે. સાંધા નબળા થાય છે ત્યારે તે જાણે છે કે લોભને વશ થઈ તથા રાજસત્તામાં આંધળા. થઈ તેણે જે જે કામ કર્યા છે તે પાપથી ભરેલાં છે. જુવાનીના તારમાં તે જાણુતે હતો કે હું જે જે કમાઉં છું તે મારું છે, પણ અંતકાળે તેને જ્ઞાન થાય છે કે તે સઘળું તેનું નથી. તેમાંનું કાંઈ પણ તેની સાથે આવવાનું નથી. આ દુનિયામાં ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાનું છે. નાસ્તિક માણસને પણ પરમાત્માનું જ્ઞાન થાય છે. જુવાનીમાં જેને લગાર પણુ પરમાત્માને ડર હતા નથી તેને પણ મરણ સમયે તેને ડર થાય છે. તેના કરેલાં બુરાં કામોનો પસ્તા થાય છે. જે જ્ઞાન તેને અંતકાળે આવે છે તે જ્ઞાન જે અગાઉથી, આવ્યું હોય તો ખચીત તે બુરાં કામ કરે નહિ. . * * દિલ્હીનો પાદશાહ ઔરંગજેબ જે જુવાનીમાં રાજલભનેજ વશ થયું હતું, જેણે ઈશ્વરને ડર મરવા સુધી જા નહોતે. પિતાના બાપને ભાઈ ભત્રીજાને ને છેવટે પિતાના દીકરાઓને જે રાજભાને લીધે કાળરૂપ થયું હતું. હિ દની વસ્તી જે પિતાની જ વસ્તી હતી તેમાં હિંદુ મુસલમાનમાં તફાવત રાખી ::::: : : : : - For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40