Book Title: Jain Dharm Prakash 1923 Pustak 039 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુબોધ વ્યાખ્યાન ૧૩૭ નથી. મને ભય છે કે મારે ઉદ્ધાર કેમ થશે અને કોણ જાણે શી શિક્ષા થશે? છે કે મને તે પરમ દયાળુ પરમેશ્વરની મહેરબાની અને દયાઉપર સંપૂર્ણ વિ. શ્વાસ છે. તે પણ મારા કર્મો તરફ જોતાં મને ઘણે ડર લાગે છે, પણ મારા મરી ગયા પછી એમાંનું કાંઈ રહેવાનું નથી. હશે, હવે જે થવાનું હોય તે ભલે થાય, મેં તે મારું વહાણ ભરદરીએ કાવ્યું છે. મારી છાવણીની પરમેશ્વર સંભાળ લેશે, પણ તેમ કરવામાં મારા પુત્રોની મહેનત આવશ્યક છે. મારા પિત્ર બેદર બપ્તની ખબર પૂછજો. એને જે કે હું જોઈ શકતા નથી તે પણ મને મળવાનું મન થાય છે. તમારી બહેન બહુ દુઃખી જણાય છે, પણ અંતઃકરણને સાક્ષી માત્ર ખુદા છે. સ્ત્રીઓના મૂર્ખાઈ ભરેલા વિચારે માત્ર નિરાશા ઉત્પન્ન કરે છે. રાલામ, સલામ, છેલ્લી સલામ.” ૨ કામબખ્ખ ઉપર લખેલો કાગળ. મારા હૈયાના હાર દીકરા ! જો કે મારી પૂર ચડતીમાં ઇશ્વરેચ્છાથી મેં તમોને સલાહ આપી છે, અને દુઃખી વખતે સાથે રાખ્યા છે, પણ દેવગે તેમ તે ઉપર લક્ષ્ય દીધું નથી. હવે મેં મારી આ દુનિયાની મુસાફરી પૂરી કરી છે ને જાઉં છું. મને મારા નીચપણનો પસ્તાવો થાય છે. મને તેથી શું ફાયદો થયે? મારાં પાપનાં અને બુરાં કાર્યોનાં ફળ હું સાથે લઈ જાઉં છું. અને એકલો આવ્યું અને એકલે જાઉં છું. શરીરરૂપી વણઝારનાં વણઝારાએ મને તેજી દીધો છે. જે તાવે બાર દિવસ સુધી દુઃખ દીધું તે તાવ મટી ગયો છે. મારી આસપાસ હું જોઉં છું તો કાંઈજ નહિ પણ ખુદા દેખું છું છાવણીનો માણસો માટે મને ભય રહે છે. પણ અરેરે ! હં કરું છું તે મને માલમ પડતું નથી. મારો વાંસે ફાટે છે. મારા પગમાંથી ચાલવાનું જેર જતું રહ્યું છે, મારામાં દમ રહ્યો નથી અને મને જીવવાની આશા લગારે નથી.' મેં ઘણા પાપ કર્યા છે. મને સમજાતું નથી કે કેટલી સજા થશે. જો કે જગકર્તા છાવણના માણસોનું રક્ષણ કરશે. તો પણ તમારે સંભાળ લેવી આવશ્યક છે. જ્યાં સુધી હું હયાત હતો ત્યાં સુધી તમે કોઈ સંભાળ લીધી નથી, પણ હવે હું જાઉં છું માટે સંભાળ નહિ લ્યો તો તેનાં ફળ માઠાં થશે. લેકની સંભાળ લેવાની ઈશ્વરી આજ્ઞાને અમલ કર્વાનું હવે હું તમને સોંપું છું. અજીમશાહ મારી નજીક છે. કઈ પણ મુસલમાનનું મોત થાય નહિ એવી સંભાળ રાખજે; નહિ તે તેમનાં દુઃખ મારે માથે આવી પડશે. હવે હું જાઉં છું. તને, તારી માને અને છોકરાને ખુદાને આશરે સંપું છું. મરણ હવે જલદી જલદી આવે છે. બહાદુરશાહ હજી જ્યાં હતે ત્યાંજ છે, અને એને દીકરો ઉત્તર હિંદુથાનની નજીક આવ્યું છે. બેદરબખ્ત ગુજરાતમાં છે. હાલનીસા જેણે હજુ સુધી દુઃખનું નામ જા" For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40