Book Title: Jain Dharm Prakash 1923 Pustak 039 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૭ શ્રી હિતશિક્ષાને પાસનું રહસ્ય. મળે. તારૂ પુણ્ય પાધરૂ હોવાથી હું તને છેતરી શકયો નહીં. હવે હું જાઉં છું, તારે કોઈ મારું કામ પડે ત્યારે સંભારજે આ પ્રમાણે કહીં દેવ સ્વસ્થાને ગયો. અહીં આ કથા કહેવાનો સાર એ છે કે સ્ત્રી જો કામથી પરવારે તે માડા વિચાર કરે, માટે તેને નવરી પડવા દેવી નહીં, કામમાં ગુંથાયેલી જ રાખવી. મુનિ પણ કામે વળવ્યાજ સારા, નવરા રહે તે ઠીક નહીં. એમ ધારીને તેને આખા દિવસની નિત્ય ક્રિયા એટલી બતાવી છે કે જે તે બરાબર કરે તે નવરા પટેજ નહીં. સ્ત્રી કામમાં ગુંથાયેલો હોય તે તેનું મન ઠેકાણે રહે, નહીં તે આવું અવળું દોડે. આ પ્રસંગ ઉપર એક બીજી કથા છે તે નીચે પ્રમાણે શ્રી પુર નામના નગરમાં જિનદત્ત નામે શેઠ વસે છે. તેને મોટો પુત્ર પરદેશમાં કમાવા ગયે હતો. તેને શ્રીમતી નામે ભાર્યા હતી. તેને પરદેશમાં બહ મુદત થવાથી અન્યદા તેની સ્ત્રી શ્રીમતી કામાતુર થઈ, એટલે તેણે પોતાની પાસે રહેનારી એક વૃદ્ધ સ્ત્રીને કહ્યું કે “મને કામવિકાર બહુ થયો છે, તેથી કોઈ એક પુરૂષને લાવી આપે કે જેથી શાંતિ થાય.” . આ પ્રસંગ માટે શ્રીમતીએ સમશ્યામાં કહ્યું છે કે—– ગજરિપુ તરિપુ તારિપુ, રિપુ રિપ વૃક્ષ મિલાય; હરિવ્યા પુત્રીત, સુત પીડે મુજ માય. ૧. ૧ આ સમશ્યાને તાત્પર્યાર્થ-કામ પડે છે. એવો થાય છે – એક દિવસ કૃષ્ણ સત્યભામાના મહેલે પાછલી રાત્રે ગયા. બારણા બંધ હોવાથી ઉઘાડવા માટે નિશાની કરતાં અંદરથી “ કોણ?' એમ પૂછયું. આ પ્રસંગને લગતા એક છપ કવિએ કહ્યો છે તે નીચે પ્રમાણે– સત્યભામાં ઘરે કહાન, આવી આ પછી રાતે; પૂછે નારી તું કેણ, હું માધવ નિજ જાતે માધવ તે વનમાંહી, ચકી ચકી તે કુંભારહ; ધરણીધર તે શેષ, અરિરિપુ ગરૂડ અપાર; હરિ કહેતાં તે વાનર, કવણ પુરૂષ આવ્યા સહી; કવિ ઋષભ કહે નર કામવશ, યા શિયા વચન ખમે નહી. ૧ ભાવાર્થ–સત્યભામાને ત્યાં કૃષ્ણ પાછલી રાત્રે આવતાં અંદરથી સત્યભામે પૂછે છે કે- કોણ આવ્યું છે? ” એટલે કૃભણ કહે કે-માધવ માધવ ના પશુ વિશેષનું છે, તેથી સત્યભામા કહે કે માધવ તો વનમાં હોય. અહીં ન હોય, ત્યારે કૃષ્ણ કહે કે-“ચકી.” ત્યારે સત્યભામા કહે કેચકી તો કુંભાર કહેવાય, તે અહીં ક્યાંથી હોય?” ત્યારે કૃષ્ણ કહેધરણીધર 1 1 આ સમસ્યાને બરાબર અર્થ જાણવા જેવા છે. જે બરાબર સમજે તેમણે અમને લખવો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40