Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 07 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજી જેન કેન્સ. - ૧૪ વીતા ગવાઈ રહ્યા બાદ ચીફ સેક્રેટરી શેઠ ફકીરચંદ પ્રેમચંદે મુંબઇના શ્રી સંધ તરફનું આમંત્રણ પત્ર વાંચી સંભળાવ્યું અને બહાર ગામથી આવેલા તારના સંદેશાઓ વાંચી સંભળાવ્યા. ત્યારબાદ મુંબઈ સંધ તરફથી નીમાયેલી રીસેશન કમીટીના પ્રમુખ શેઠ વીરચંદ દીપચંદ બહાર ગામથી પધારેલા ડેલીગેટને આવકાર આપે; અને તે સંબંધમાં એક સારું ભાષણ વાં-- ચી સંભળાવ્યું. તે આખું મુંબઈ સમાચારમાં છપાયેલ છે. શેઠ વીરચંદ દીપચંદના ભાષણના પ્રાંત ભાગમાં તે ઓ સાહેબે આ બીજી "કોન્ફરન્સના પ્રમુખની ચૂંટણી કરવાની ભલામણ કરી હતી. જે ઉપરથી મુંબઈના સંધપતિ શેઠ રતનચંદ ખીમચંદે દરખાસ્ત કરી કે આ બીજી જૈન કોન્ફરન્સના પ્રમુખ તરીકે કલકત્તાવાળા રાયબહાદુર બકીઠાસજીને નીમવા. એ દરખાસ્તને શ્રી અમદાવાદના નગરશેઠ શેઠ ચીમનલાલ લાલભાઈએ, મુંબઈવાળા શેઠ જેઠાભાઈ નરસી કેશવજીએ, તથા અંબાલાવાળા લાલા ગોપીચંદજીએ ટેકો આપતાં તે સર્વાનુમતે પસાર થઈ હતી ને સભાજનોના હર્ષનાદ વચ્ચે તેઓ સાહેબ પ્રમુખસ્થાને બરાજ્યા હતા. ત્યારબાદ પ્રમુખ સાહેબે એક ઘણું વીસ્તારવાળું ભાષણ વાંચ્યું હતું. પ્રમુખ સાહેબે પિતાના ભાષણને અંતે કેન્યરન્સમાં કરવાના કામ કાજ તથા દરખાસ્ત સંબંધી નિર્ણય કરવા તથા તેને માટે વકતાઓ મુકરર કરવા માટે “સબજેકટ કમીટી ” નીમવાની સૂચના કરી હતી. તે ઉપરથી એ. કુવરજી આણંદજી બે ડેલીગેટના નામે વાંચી સંભળાવી તેટલા ડેલીગેટોની સબજેકટ કમીટી નીમાયેલી જાહેર કરી હતી. બાદ કોન્ફરન્સનું કામ બીજા દિવસ ઉપર મુલતવી રાખી પ્રમુખ સાહેબે સભા વિસર્જન કરી હતી. તા. ૧૮-૮-૦૩ કેન્ફરન્સનું પહેલા દિવસનું કામ ખલાસ થયા બાદ અરધા કલાક પછી સબજેકટ કમીટી એકઠી મળી હતી. અને તે વખતે તેમજ રાત્રે એ મ બે વખત મળીને આઠ દરખાસ્ત તેમજ તે દરખાસ્ત મુકનારા, ટેકે આ પનારા તથા વિશેષ રીતે મદદ આપનારા વકતાઓના નામ મુકરર કરવામાં આવ્યા હતા. ઘણું કરીને પ્રાઈમે વર ( દરખાસ્ત મુકનાર ) ને વીશ મીનીટ, સેકન્ડ૨ ( બીજા બોલનાર ) ને દશ મીનીટ અને સપોર્ટર ( ટેકો આપનાર ) ને પાંચ પાંચ મીનીટનો ટાઈમ આપવામાં અાવ્યું હતું. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28