________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
શ્રી જિન ધર્મ પ્રકાશ.
મી. કુંવરજી આણંદજીએ મુકેલે ઉપલો ઠરાવ મી, અમરચંદ જસરાજના ટેકા સાથે પસાર કરવામાં આવ્યો હતો.
ઠરાવ ૨૦ મો. [ સંવત્સરીના તહેવારની રજા મળવા બાબત. ]
જનરલ સેક્રેટરી મી. ગુલાબચંદજી ઢઢાએ ઉપલા ઠરાવને વધુ ટેકો આપતાં જણાવ્યું હતું કે-“અંગ્રેજ સરકારના રાજ્યમાં તથા દેશી રાજ્યમાં ભાદરવા સુદ ચોથના સંવત્સરીના જન તે. હેવારની રજા નથી તેથી તેઓને અરજ કરવાનું આ કોન્ફરન્સ ગ્ય ધારે છે. તે ઉપર એગ્ય ધ્યાન આપવામાં આવશે.”
ત્યારબાદ પ્રમુખ સાહેબે પોતાના માનેલા ઉપકારને ઉત્તર આપ્યો હતો અને પ્રાંતે કહ્યું હતું કે “હું ઈચ્છું છું કે આપણા જેવોત્તમ જિન ધર્મની દિનપ૨દિન ચડતી થાઓ, આપણું જન વર્ગમાં સંપ વૃદ્ધિ પામો અને જિન ધર્મનો સર્વદા જ્યજ્યકાર થાઓ. #
ત્યારબાદ સર્વ સભાજનો ઊભા થયા હતા અને જીન સ્તુતિ ગીત તથા રાજગીત ગાવામાં આવ્યા હતા.
ત્યારબાદ વીકટેરીયા મેમોરીયલ શાળાના આંધળા બાળકને રજુ કરવામાં આવ્યાં હતાં, તેમણે પોતાનો અભ્યાસ બતાવ્યો હતો, તેમને રીસેપ્શન કમીટી તરફથી રૂ ૧૦૦) અને બાબુ બદ્રીદાસજી તરફથી રૂ ૨૫) આપવાનું શેઠ વીરચંદ દીપચંદે જાહેર કર્યું હતું બીજ ગૃહસ્થોએ પણ કેટલીક રકમ આપવાનું કહ્યું હતું.
ત્યારબાદ લેડી નોર્થકોટ હીંદુ એરફતેજના અનાથ બાળકોને રજુ કરવામાં આવ્યાં હતાં. તેઓને પણ ઉપર પ્રમાણે રકમો આપવાનું કહેવામાં આવ્યું હતું. - ત્યારબાદ લાભશંકર લક્ષ્મીદાસ, શેઠ મોતીલાલ જમનાદાસ, મી. બેહેરામજી પાંડે અને મી. રેવાશંકર જગજીવનદાસે વદયા સંબંધી ભાષણો કર્યા હતાં. અને છેવટમાં ઝવેરી નગીનભાઈ મ - ભાઇએ ચામડાના પૂંઠા ન વાપરવા બાબત કેટલુંક વિવેચન કર્યું હતું. જે ઉપરથી એવા ચામડાના પૂઠાને બદલે કપડાના બનાવેલા મજબુત પૂંઠા વાપરવાનું ઠરાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ પ્રમુખ સાહેબને હારતોરા આપ્યા બાદ જ્યજીનેદ્રની ઊકૃણ સાથે મેળાવડે બરખાસ્ત કરવામાં આવ્યો હતો. તા. ૨૨-૮-૧૮૩
For Private And Personal Use Only