Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ નથી. આ સંસારની અનિત્યતાની જાળ દરે ક મનુષ્યને એવી મો. હક લાગે છે, કે તેમાં સપડાયા પછી તેમાંથી છુટવાનું મન થતું નથી; અને કરોળીઆના જાળાની માફક જેમ જેમ વધારે અંદર પેસે તેમ તેમ વધારે વધારે અટવાતો જાય છે; પિતા, માતા, ભાઈ, બહેન, સ્ત્રી, પુત્ર, અને દેલત વીગેરે તરફને મમત્વ ભાવ ઉતરતો નથી. માટે રે વાંચનાર, જેમ બને તેમ આ અનિત્ય સંસાર સાગરમાંથી તારનાર ધર્મ તરફ દઢ 9:ત્તિ રાખતા શીખજે, દેવતા, નારકી, તીર્થંચ અને મનુષ્ય રૂપ ચાર ગતિમાં ઘણીવાર ભ્રમણ કર્યું છે, અને જ્યાં સુધી ધર્મ તરફ વૃત્તિ નહિ થાય ત્યાં સુધી મેક્ષ હાર-હાથ આવવાનું નથી, અને આ ચાર ગતિમાં કર્મની સ્થિતિ પ્રમાણે ફર્યા કરવાનું છે. દરેકે યાદ રાખવાનું છે કે ___ "गृहीत इव केशेषु मृत्युना धर्म माचरेत्." કઈ પણ પુરૂષ એમ કહેવાને શકિતવાન છે કે તેની સાથે આ સર્વ અનિશ્ચિત વસ્તુ આવશે ? અથવા તે અમર છે ? નહિંજ. જરા વિચાર ક રી જતાં તરત જ માલુમ પડે છે કે આ સંસારની માયા બેટી છે, અને ધામ, કરણીજ સાચી છે. યુવાવસ્થામાં જે જે કાર્યો કરાય છે, તે તે બેહુ સારી રીતે કરી શકાય છે. યુવાવસ્થામાં જેટલા ઉત્સાહથી દરેક ફરજો તરફ ધ્યાન અપાય છે, તેવા ઉત્સાહથી પછીની અવસ્થામાં અપાતું નથી. જે પુરૂષોએ યુવાવસ્થામાં ધર્મ ન કર્યું, સુકૃત્યો ન કર્યા અને પરોપકાર ન કર્યો તેઓની જીંદગી વ્યર્થ જ છે. જે માણસે માત્ર સ્વાર્થને માટે જ આખી જીંદગીમાં કાર્યો કર્યા, તે માણસ કદાચ આ ભવમાં તે સુખી થશે, પણ પછીના ભાવમાં (શુભ કોના અભાવને લીધે) સારી સ્થિતિ પ્રાપ્ત કરી શકશે નહી. મનુષ્યાવતાર, સારી સ્થિતિ અને સુધર્મની પ્રાપ્તિ બહુ પુણ્યના સંચયથી જ મળે છે, અને આવી પ્રાપ્તિવાળ મનુષ્ય જ મોક્ષ માર્ગ તરફ દેરાય છે, માટે દરેક યુવાન ભાઈને ખાસ જાણવાની જરૂર છે કે આખરે આ બધે સત્ય લાગતા પુગળિક ખેલ ખોટો છે, અને ધર્મજ એક ખરો ' મિત્ર છે. ' વાંચનાર ! આટલા વિષય ઉપરથી તમે જોઈ શક્યા હશે કે યુ વાવસ્થામાં સન્માર્ગ ગૃહણ કરવાને સગુણની બહુજ જરૂર છે. દરેક યુવા. નમાં આવા સદ્દગુણો હોઈ શકતા નથી. વળી આ સગુણે એકદમ મેળવા તા પણ નથી. પરંતુ ધીમે ધીમે ટેવ પડવાથી સન્માર્ગ ઉપર આવી શકાય ' છે. આ અને આની જેવા જ બીજા સગુણે ઉપર ધ્યાન આપવું તે જેવી રીતે આ જીંદગીમાં તેમજ હવે પછીની જીંદગીમાં પણ લાભકારક છે. સન્માર્ગ ઉપર ચઢેલા મનુષ્યજ વિશ્વાસ્ય થાય છે. દરેક પ્રાણીને અનુભવ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28