________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
બીજી જૈન કોન્ફરન્સ. “ આપણુ જનધર્મના સાર્વજનિક ખાતાંઓ, જેવા કે કેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, અને સાધારણ દ્રવ્ય સંબંધી ખાતાઓ બહુજ ચોખવટવાળા રાખવા, ૨ ચાલું જમાનાને અનુસેરી તે ખાતાંએના આવક જાવકના હીસાબ અને સર્વ પ્રત્યેક વર્ષે બરાબર તૈયાર કરવા, ૩ અને બની શકે તે તે ખાતાઓને હિસાબ પ્રગટ કરવા માટે દરેક શહેરના તથા ગામના જન આગેવાનોને આ કેન્ફરન્સ ખાસ સુચના કરે છે. *
ત્યારબાદ પ્રમુખ સાહેબ તરફથી નીચે પ્રમાણે ત્રણ ઠરાવો મુકવામાં આવ્યા હતા તે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા.
ઠરાવ ૧૩ મે. [ શ્રી પાલીતાણામાં થયેલી શાતેના બાબત. 1
આપણા પવિત્ર તીર્થ શત્રુજ્ય ઉપર આ વર્ષમાં જે આ શાતના પાલીતાણાના રાજ્ય તરફથી થઈ છે તેને માટે આ કેનફરન્સ પોતાને અત્યંત ખેદ જાહેર કરે છે અને જેમ બ્રીટીશ શહેનશાહત કેઈની ધર્મ સંબંધી લાગણી દુખવતી નથી તેમ પાલીતાણાના રાજા સાહેબ પણ તે પગલે ચાલશે એવી કેન્સર રન્સ પણ આશા રાખે છે. અને આ સંબંધમાં આપણી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિઓએ જે પ્રશંસા પાત્ર કામ બજાવ્યું છે તેને એકમત થઇ આ શુભ પ્રસંગે તેઓને આ કેન્ફરન્સ મોટો ધન્યવાદ આપે છે. 22
ઠરાવ ૧૪ મિ. પધારેલા ડેલીગેટનો આભાર માનવા તથા વડોદરામાં ભરાનારી ત્રીજી કેન્ફરન્સમાં આવવાના
આમંત્રણ બાબત. છે જુદા જુદા દેશમાંથી પ્રતિનિધીઓએ પધારીને પોતાના ધર્મ કાર્યમાં જે ઉંડી લાગણી બતાવી છે તેને વાતે કોન્ફરન્સ તેમના ધર્માભિમાનપણા માટે તેમને ધન્યવાદ આપે છે. અને આ શા રાખે છે કે એવી જ રીતે આવતે વર્ષે પણ શ્રી વડોદરામાં કે. ફરન્સ મળનાર છે ત્યાં અવશ્ય પધારવા તઢી લેશે.”
For Private And Personal Use Only