Book Title: Jain Darshan
Author(s): T K Tukol, Chitra P Shukl
Publisher: Sardar Patel University Vallabh Vidyanagar

View full book text
Previous | Next

Page 12
________________ લેખકીય ૧૯૭૩ના નવેમ્બરમાં મે સાનંદાશ્ચર્ય અનુભવ્યું. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના ઉપકુલપતિ ડૉ. રમેશ એસ. મહેતાએ જૈન દર્શન વિશે પુસ્તક લખવાનું ઉત્તરદાયિત્વ હું સ્વીકારી શકે કે કેમ, તે વિષે પુછાવતે સૌજન્યભર્યો પત્ર મને લખ્યો હતો. વિશ્વના પ્રમુખ ધર્મો વિષેનાં પુસ્તકોનું પ્રકાશન કરતાં ટ્રસ્ટની સલાહકાર સમિતિએ મારું નામ સૂચવ્યું હોવાથી તેમણે મને પત્ર લખ્યો હતે. પુસ્તક લખવાનું ઉત્તરદાયિત્વ મેં સ્વીકાર્યું. મારા માનવા મુજબ ટ્રસ્ટને મુખ્ય હેતુ “ભિન્ન ભિન્ન પંથને અનુસરતા લોકોમાં ઉદારતા વધારવાનો” હતો. તેથી, જૈનધર્મની પ્રાચીનતા તેમજ તેના કેટલાક મૂળભૂત સિદ્ધાંતે વિશેના કેટલાક ખોટા ખ્યાલો દૂર કરવા ઉપરાંત, દિગંબર તેમજ શ્વેતાંબર બંને પંથોને સ્વીકાર્ય એવા આધારભૂત ધર્મગ્રંથના સંદર્ભમાં જૈન ધર્મના વિવિધ સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવાને મેં પ્રયાસ કર્યો છે. દરેક પ્રકરણમાં વિચારાયેલ વિષય પર પ્રસ્તુત મૂળ શ્લોકોને, ભાવને હાનિ ન પહેચે એ રીતે, મુકત અનુવાદ કર્યો છે. દરેક વિષય પર સુસંગત, યથાર્થ અને સ્પષ્ટ વિચાર કરવાનો પ્રયાસ કર્યો છે. આ મહાન અને અતિપ્રાચીન ધર્મના સિદ્ધાંતના સર્વને, બને તેટલા તટસ્થભાવે, અતિશયોક્તિ વગર, રજૂ કરવા હું પ્રયત્નશીલ રહ્યો છું, જેથી તેના તત્ત્વજ્ઞાનને યથાર્થ અને સુનિશ્ચિતરૂપે સમજી શકાય. સિદ્ધાંતોની રજૂઆતમાં પ્રમાણભૂત રહેવાનું, મારું, આરંભથી અંત સુધી લક્ય રહયું છે. આ કાર્યમાં હું કેટલે અંશે સફળ થયો છે તે વાચકેએ નક્કી કરવાનું છે. વર્તમાન યુગના છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરના નિર્વાણને ૨૫૦૦મે વર્ષે આ પુસ્તકનું પ્રકાશન થાય છે તે પણ એક સુખદ યોગ છે. સૌ પ્રથમ, આ પુસ્તક લખવાની તક આપવા માટે પ્રકાશન સમિતિના ટ્રસ્ટીઓને અને વિદ્યાપીઠના ભૂતપૂર્વ ઉપકુલપતિ શ્રી રમેશ એસ. મહેતાનો હું આભાર માનું છું. ડૉ. એ. એન. ઉપાધ્ય, એમ. એ. ડી. લિટ, અધ્યક્ષ, જૈનોલોજી અને પ્રાકૃત વિભાગ, કર્ણાટક યુનિવર્સિટી, પ્રત્યે પણ હું મારી ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા પ્રસિદ્ધ સંશોધક વિદ્વાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 288