Book Title: Jain Darshan
Author(s): T K Tukol, Chitra P Shukl
Publisher: Sardar Patel University Vallabh Vidyanagar

View full book text
Previous | Next

Page 10
________________ પ્રસ્તાવના ‘Compendium of Jainism · જૈન ધર્મ પરનો વ્યવસ્થિત ગ્રંથ છે. પ્રકરણોનાં શીર્ષકો પર દષ્ટિપાત કરતાં જ, વિદ્વાન લેખકે આ પુસ્તકમાં ચલા વિષયોના વિશાળ ક્ષેત્રને ખ્યાલ આવશે. જૈન ધર્મ એક પ્રાચીન ધર્મ છે. જૈન ધર્મના અભ્યાસના પ્રારંભમાં તેની પ્રાચીનતા વિષે ખોટા ખ્યાલો પ્રવર્તતા હતા. પણ ભારતીય અને પ્રાચ્ય વિદ્યાઓના વિદ્વાનોએ હાથ ધરેલ અભ્યાસ આગળ વધતાં આ બધા ખ્યા દૂર થયા છે. શ્વભ, પાર્શ્વ, મહાવીર જેવી વિભૂતિઓ–જેમના જીવનવૃત્તાન્તની સંક્ષિપ્ત રેખા અહીં આપી છે–એ આ ભૂમિની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વૃદ્ધિ કરી છે. મહાવીરની ઉત્તરકાલીન જૈન ધર્મની સ્થિતિ, ખાસ કરીને દક્ષિણમાં એને ફેલાવે, અને પાછળથી, જૈન ધર્મના વિભિન્ન સંપ્રદાયો, ભારતના ધર્મના ઇતિહાસમાં એક આકર્ષક પ્રકરણ બની રહે છે. દિવ્યતા અને પૂજા, વિશ્વ અને તેનાં ઘટકતો, સચેતન જગત અને તેની વિગતો વિષેના જૈન ધર્મના ખ્યાલ ધર્મનો તુલનાત્મક અભ્યાસ કરનારાઓ માટે સવિશેષ ધ્યાનને પાત્ર છે. કર્મ, દ્રવ્યને એક સૂક્ષ્મ પ્રકાર છે. આત્મા સાથેના સંસર્ગથી તે પોતાની જાતે પ્રવૃત્ત થાય છે અને મનુષ્યના આધ્યાત્મિક ભવિષ્ય પર તેની અસર પડે છે. તે એક અનિવાર્ય નૈતિક કાનૂન તરીકે કામ કરે છે અને બધાં જ જીવિત પ્રાણીઓના ભાગ્યમાં દેવની દરમ્યાનગીરીને માટે કોઈ અવકાશ રહેતો નથી. દરેકને પોતાના વિચાર, વચન અને કર્મનું ફળ મળે જ છે. તત્ત્વ અથવા પદાર્થો અને ગુણસ્થાને (આધ્યાત્મિક પ્રગતિની અવસ્થાઓ) જેવા પાયાના સિદ્ધાંતે આત્મા અને કર્મના સંબંધ યોજે છે. કર્મના બંધનમાંથી આત્માને મુક્ત થવા માટે આધાર છે સમ્યક્ દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. જૈન ધર્મને “નીતિમય વાસ્તવવાદ' કહ્યો છે તે યથાર્થ છે. તે સદાચાર પર ખૂબ ભાર મૂકે છે–સામાન્યજન માટે એક પ્રકારનો સદાચાર છે તે સાધુજન માટે બીજા પ્રકારને. બીજા પ્રકારના સદાચાર કરતાં પ્રથમ પ્રકારને સદાચાર ઓછો કઠોર છે. સાધુ મહાવ્રતોનું માનસિક રીતે પણ પાલન કરે છે. સમાધિ અને અપરિગ્રહમાં મગ્ન રહી, તે આધ્યાત્મિક જીવન જીવે છે. કોઈ પણ પ્રકારની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 288