________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3
સંસ્કારી ભાષામાં કાઈ શિષ્ટ લેખક નવલકથા લખે, તા સદ્ધર્મની તથા ગુજરાતી ભાષાથી વ્યવહરનારની જબરી સેવા બજાવાય એમ છે. માટી નિર્જરા અને પુણ્યધનું કારણ છે.
(૮) આ ધ્યાનમાં રાખવાનું છે કે રાસેાના લેખકેાએ રાસે ગુજરાતી ભાષા અથવા કાવ્ય ચમકાર અર્થે નથી લખ્યા, પણ ગુજરાતી ભાષાના ઉપયેગ કરનારાઓને સદ્ધર્મ ઉપદેશવા અર્થે લખ્યા છે; એટલે કવચિત ભાષાડંબરી કે કાવ્યચમત્કૃતિ વિનાની સાદી ભાષા માલૂમ પડે, તેથી ભણેલાઓએ ( Pedants) મુખ મચકેાડવાનું નથી; તેથી એ રાસાની કિંમત કાંઇ ઓછી થતી નથી; સારશેાધક સહૃદય વિદ્યાનાએ તેા એ રાસેાના આંતર્ હાર્દ ઉપર, અંતિમ હેતુરૂપ સદુપદેશ ઉપર નજર ઠેરવવાની છે. કાવ્યચમત્કૃતિ વિનાની સાર્ધી ભાષામાંથી પણ જિજ્ઞાસુ ભાષાશાસ્ત્રીને અવનવું શિખવવાનું મળે એમ છે.
(૯) આ પણ લક્ષમાં રાખવાનું છે કે ભાષાની કિમત તે ભાષાના ઉપયાગ કરનારાને લઇને છે; ભાષાને ઉપયાગ કરનારા ન હોય તે તે ભાષા મૃતવત ( dead) છે; અને મૃતવત્ ભાષામાં ગમે તેવા ભાષાયબરકાવ્યચમત્કાર હાય પણ તે સામાન્ય જનસમૂહને તા નકામા થાય.. છે. શ્રી સિદ્ધસેન દિવાકરની, સમયને નહિ છાજતી સંસ્કૃત ભાષા, અને વૃદ્ધવાદીની સમયેાચિત સરળ પ્રાકૃત (પ્રકૃત જનને man on the spot અનુસરતી) ભાષા,—આ એમાંથી કઈ કારગત (વિજયી ) થઈ એ વાર્તા સુપ્રસિદ્ધ છે. આ ઉપરથી કહેવાનું કે પ્રસ્તુત રાસા કાના અર્થે લખવામાં આવ્યા છે, તે ઉપર તથા તેમાંના ઉપદેશ ઉપર ષ્ટિ રાખવામાં આવે તેા રાસેાની કિંમત અને ઉપયેાગિતા એકદમ પ્રતીત થશે; ભલે પછી તે રાસામાં વાગાડંબર કે કાવ્યાલ કાર ન હાય. ધણા રાસેામાં રમણીય મનેાન વાગવિભવ અને કાવ્યાલંકાર આદિ છે. તથાપિ અધામાં ન હેાય તેથી તેમને પ્રેમાનદાદનાં કાવ્યેા સાથે રસા લંકાર–વાગવિલાસ આદિની સરખામણીમાં તરોડી કાઢી તેની ગણના ન કરવામાં આવે એ અંગે આ લખવું છે.
(૧૦) આ પણ ધ્યાનમાં રાખવાનું કે, આ રાસેાના લેખા પ્રાયઃ સાધુ હતા; ધરઆર ત્યાગી સ્વપરહિત અર્થે ઉદ્યમ કરનારા સાધુ હતા; અને એથી એ રાસ લખવાના મુખ્ય હેતુ જનહિત તથા સદ્ધર્મસેવા સાથે સ્વકર્મની નિર્જરાના હતા.
For Private And Personal Use Only