________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦
વિજયાનંદસૂરિ.
સ્વામિન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪, ૨૪૦૨૪૩,
૧.
મરૂ દેશમાં ( મેવાડમાં) વરાહ ગામમાં પ્રાગ વંશના શાહ શ્રીવત નામના વિષ્ણુક વસતા હતા, તેને પેાતાની પત્નિ નામે શિણગારદેથી લા નામનો પુત્ર સવત ૧૬૪૨ માં થયા, કે જે બાળપણથી બુદ્ધિશાળી હતા. (તેણે પહેલાં સ્થાનકવાસી શ્રી વરસિંગ ઋષિજી પાસે દીક્ષા લીધી હતી??) મહાન્ જગદ્ગુરૂ હીરવિજયસૂરિના સમાગમમાં આવતાં તુરતજ તેમની પાસેથી દીક્ષા લીધી, (સવત્ ૧૬૫૧) અને તે વખતે કમલવિજય નામ રાખ્યું. પછી શાસ્ત્રાભ્યાસ સારી રીતે કસવવા માટે શ્રી હીરવિજ્યસૂરિએ પેાતાના વિદ્વાન શિષ્ય નામે સામવિજય વાચકને કમલવિજય સોંપી દીધા. તે વાચકે તેમને વિદ્યાનું દાન આપી શાસ્ત્રમાં પારગત કર્યાં.
પછી આચારવિચાર-ચરણુકરણ શુદ્ધ થવા માટે અનેક યાગ વદ્યા, આથી શ્રી વિજ્યસેનસૂરિ (શ્રી હીરવિજયના પટ્ટધર) એ સવત્ ૧૬૭૦ માં પડિત પદવી આપી. ત્યાર પછી શ્રી વિજ્યસેનસૂરિના પટ્ટધર શ્રી વિજયતિલકસૂરિ શિરાહી ગામમાં અનુક્રમે વિહાર કરતા પધાર્યાં; તેમણે કમલવિજય વિષ્ણુધને—પંડિતને સૂરિ પદવી આપી (સંવત્ ૧૬૭૬ ), અને વિજયાનંદ સૂરિ એ નામ સ્થાપિત કર્યું. આ પછી ઘણા ધણા છઠે અઠમ ઉપવાસ, નીવી, ખીલ, કર્યા, અને સિદ્ધચક્ર સ્થાનકની એલી આદરી, ત્રણ માસ શુભ ધ્યાનમાં રહી માન વ્રતે તવિધિ આદરી ગૈતમ મંત્ર આરાધ્યેા. ત્યાર પછી વિજયરાજ સુરિને પેાતાના પટ્ટધર બનાવ્યા અને અનેક મુનિઓને પતિ પદ આપ્યાં તેમજ અનેક દીક્ષા આપી. યાત્રામાં બે વિમલગિરિની, એક ગિરનારની, આબુની સાત, શખેશ્વર પ્રભુની પાંચ અને એક અંતરીક્ષ પ્રભુતી કરી. નવ તા બિંબ પ્રતિષ્ઠા કરી ઉપાશ્રય અને જિતમદિરા કરાવ્યા. શેત્રુંજાપર સંધ કહાડયા. અને ગુજરાત, મારવાડ, કાકણ, દક્ષિણ અને લાટ દેશમાં વિહાર કર્યાં. પછી તેએ ખભાત નગરમાં પધાર્યાં ત્યાં શરીર વ્યાધિ ઉપડી.
૩.
અહીં ધર્મ ધ્યાનમાં લીન થઇ, સર્વને ખમાવી, અનશન કરી સંવત્ ૧૭૧૧ ના આષાડ માસની પૂર્ણિમાની રાત્રીએ અથવા વદ એકમે ગુરૂ નિર્વાણુ
For Private And Personal Use Only