Book Title: Jain Achar Mimansa
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 163
________________ ૧૫૦ જૈન આચાર મીમાંસા કાયોત્સર્ગનું પ્રથમ ચરણ એટલે ત્રણેય ગુપ્તિઓની સાધના. આ પ્રથમ ચરણમાં જ શરીર સ્થિર, મન સ્થિર, વચન મૂક અને શ્વાસ દીર્ધ તેમજ અલ્પ થવા લાગે. પ્રથમ પગલે જ આપણા સમગ્ર ચેતનાતંત્રની ચંચળતાનો ચક્રવૂહ તૂટવા લાગે છે. શરીર શાંત, વાણી શાંત, મન શાંત, શ્વાસ શાંત - ચારેય ગતિશીલ તત્ત્વો શાંત. આમ આપણને દોડાવનાર, ભડકાવનાર આ ચારેય તત્ત્વો શાંત થઈ જતાં આપોઆપ અંદરનો માર્ગ મોકળો થવા લાગે છે. શાંતિના સમુદ્રમાં જાણે આપણે ડૂબકી મારીને ઊંડે ઊંડે ઊતરવા લાગીએ છીએ અને જીવનમાં કયારેય અનુભવી ન હોય એવી શાંતિનો આપણને અનુભવ થાય છે. આપણા શરીરનો અણુ અણુ તો શાંતિ અનુભવવા લાગે છે. પણ આપણું અંતર પણ કોઈ અભૂતપૂર્વ શાંતિનો સાક્ષાત્કાર કરવા લાગે છે. આધ્યાત્મિક પ્રગતિ માટે આ પરિસ્થિતિ ખૂબ આવશ્યક છે. વળી તેનાથી શારીરિક સ્વસ્થતા પણ મળે છે. આપણા શરીરતંત્રમાં પછી ક્યાંય કોઈ તાણ રહેતી નથી - ત્યાં તનાવથી ઊભા થતા રોગો તો ક્યાંથી રહે? આની અસર આપણા પરસ્પરના સંબંધો ઉપર પણ પડે છે અને તેય મીઠાશવાળા બને છે. શક્તિસંચય : કાયોત્સર્ગનો એક મોટો લાભ શક્તિસંચયનો છે. મન, વચન અને કાયાના ઉપયોગો હંમેશાં ચાલુ જ રહે છે અને દરેક ઉપયોગમાં આપણા શરીરની અમૂલ્ય પ્રાણશકિત વપરાય છે. આપણું જીવન પ્રાણથી રક્ષાયેલું છે અને પ્રાણ જતાં શરીર

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178