Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02 Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai Publisher: Navjivan Prakashan Mandir View full book textPage 5
________________ એક રીતે જોતાં આ બે ભાગમાં બહાર પાડેલા ગ્રંથને યુદ્ધ-આવૃત્તિ ગણવી જોઈએ. આવા પુસ્તકને જરૂરી નકશા અને કીમતી ચિત્રોથી શણગારવું ઘટે. (નકશા તે “શણગાર ” નહિ પણ જરૂરી વસ્તુ છે.) પરંતુ અમુક સમયમાં તે છાપી જ કાઢવું જોઈએ; અને કિંમતે પરવડવી જોઈએ, એ પણ ધ્યાનમાં રાખવાનું હતું, એટલે ધાર્યા છતાં તેમાંનું કાંઈ કરી ન શકાયું. અને કાગળ તે યુદ્ધકાળને ઉઘાડો પાડી જ દે છે. આ બધું કામ તે હવે ગ્રંથની બીજી આવૃત્તિ વખતે, નિરાંતને કાળ હશે તે, ત્યારે થઈ શકશે. દરમિયાન વાચકોને આ પ્રેરક ગ્રંથ પહોંચતા કરી દઈ ધન્યતા અનુભવીએ છીએ. એનાં પાનાંમાં પંડિતજીને માનવતાને પ્રેમ અને આઝાદીની તમન્ના જ્યાં ત્યાં તરવરતી જોવા મળશે. એની જરૂર આજે આખા જગતને છે; આપણને તે છે જ. આ ગ્રંથ એ પ્રેરવામાં સાધન બને. આખા ગ્રંથની સૂચિ આ ભાગને અંતે આપી છે. તે ઉપયોગી નીવડશે એવી આશા છે. પહેલા ખંડનાં કાવ્યોને અનુવાદ શ્રી. સુંદરમે અને બીજા ભાગનાં કાવ્યને અનુવાદ શ્રી. ઉમાશંકર જોષીએ કરી આપ્યો છે તે માટે તેમને આભાર માનીએ છીએ. તા. ૧૪-૬-૫ તા. ક. આ છપાય છે ત્યાં ખબર મળે છે કે કાર્યવાહક સમિતિના સભ્યોને છેવટે સરકારે છેડ્યા છે. એટલે પંડિતજી આ ભાગ પ્રસિદ્ધ થતાં બહાર આવી ગયા છે.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 862