Book Title: Hitopdesh
Author(s): Kanthsuri, Chhotalal N Bhatt
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવનો. મનુષ્યનું જીવતર ઘણું કીમતી છે. મનુષ્ય જીવીને જ ધર્માદિ ત્રિવર્ગનું સાધન કરી શકે છે અને અંતે મોક્ષ પણ તેથીજ પામી શકાય છે. એની જાળ વણી કરવામાં મનુષ્ય પોતાનાથી બનતા પ્રયત્નો કરે છે, પણ ઘણાક તો કેવળ પિતાના અજ્ઞાનથી જ પોતાના વાહોલા જીવતરને નાશ કરે છે, કે દુ:ખી થયા કરે છે. જગતમાં માનસિક અને શારીર બે પ્રકારનાં દુઃખ જાણવામાં છે. એમાંથી અધ્યાત્મ વિદ્યા જેમ માનસિક દુઃખનો નાશ કરે છે, તેમ વૈધક વિદ્યા શારીર દુ:ખને પ્રતીકાર બતાવે છે. અને એટલાજ માટે બીજી બધી અર્થ વિધાઓમાં વેધક વિદ્યા પ્રથમ પદ ભોગવે છે. આ વિદ્યાના સંસ્કૃત ભાષામાં અનેક ગ્રંથો છે, પણ તે સર્વ કેઈને સમજવા જેવા સુલભ નથી. વળી તેમાં બતાવેલા ઉપચારમાંથી પણ ઘણાક એવા છે કે વૈધકની મદદ લીધા સિવાય તેનો ઉપયોગ રોગી કરી શકે નહિ. એવા હેતુથી અમે શ્રીકંઠસૂરી જૈન વિદ્વાન વૈધનો રચેલો આ હિતોપદેશ નામે ગ્રંથ ભાષાંતર કરાવી પ્રકટ કર્યો છે. જૈન પંડિતોએ વૈધક, તિષ, વગેરે વિષયોમાં અનેક ગ્રંથો લખેલા છે, પણ પઠન પાઠનના અભાવે તે ગ્રંથોમાંથી ઘણાક દુમળ થયા છે. અમારા પિતામહ શ્રી દલસુખરામ વૈદ્ય જેઓ તે વખતે વડોદરામાં પ્રખ્યાત વિદ્વાન હતા અને જેમનો શ્રીમંત મહારાજા ખંડેરાવ ગાયકવાડ સરકાર તરફથી સાર સત્કાર હતા, તેમની પાસે કેટલાક જૈન પંડિતો વૈધ વિધાનો અભ્યાસ કરતા હતા. તેમના પુસ્તક સંગ્રહમાંથી આ ગ્રંથ મને ઉપલબ્ધ થયો અને તે કેટલાક વિદ્વાન વૈદ્યને બતાવતાં ઘણે ઉપયુક્ત છે એવો તેમનો અભિપ્રાય પડે. મારા કેટલાક વિદ્વાન મિત્રોએ તે છપાવી પ્રસિદ્ધ કરવા મને આગ્રહ કર્યો. આ ઉપરથી વાગભટ્ટ તથા હારીત સંહિતા વગેરે વૈધકના મોટા ગ્રંથોના પ્રસિદ્ધ ભાષાન્તરકાર રા, રા, છોટાલાલ નરભે મને આ ગ્રંથની અસલ પ્રત આપી તેનું ગુજરાતી ભાષાન્તર કરવા વિનતિ કરી; જે તેમણે સ્વીકારી, અને આ ગ્રંથ આજ હું તેના ગ્રાહકોના હાથમાં આપવાને શક્તિમાન થયો. આ ગ્રંથમાં બધા મળીને દશ સમુદ્દેશ છે. તેમાં જરૂર વગેરે અનેક રેગેનાં સંક્ષિપ્ત લક્ષણો તથા વિસ્તારથી પ્રતિકાર છે. તેમાંના બહુધા બધાજ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 262