Book Title: Hastgiri Mahatirth Chaityavandano Author(s): Punyapalsuri Publisher: Chandroday Religious Trust View full book textPage 5
________________ દરતગિત મહાની.. (જાળીયા, વાયા પાલીતાણા શ્રી શત્રુંજ્યમહાતીર્થમાં કરેલ દાન શીલ તપ અને ભાવની સાધના જેટલુંજ ફળ આ તીર્થમાં પણ સાધના કરવાથી મળે છે કારણકે આ તીર્થ શ્રી શત્રુંજ્યની જ ટુંક છે. માટે યાત્રિકોએ શ્રી સિધ્ધગિરિજી મહાતીર્થની જેમજ આ તીર્થની યાત્રા આરાધના અને સાધના કરવી જોઈએ અને કોઈ પણ પ્રકારે એની આશાતના ન થાય એની કાળજી રાખવી જોઈએ. Jain Education International તીર્થના પાવન સાનિધ્યમાં આવેલ દરેક ભાવિકો તીર્થની યાત્રા વિધિપૂર્વક કરી શકે, ગિરિરાજનું એક એક પગથીયું ચઢતાં આત્મા પર ઠેરા તંબુ નાખીને બેઠેલા જુગજુના અનંત કર્મોનો આત્મા ખાત્મો બોલાવી શકે એ હેતુથી અમોએ અત્રે નિર્મિત પાંચે કલ્યાણક જિનમંદિરોના ચૈત્યવંદન સ્તવન અને સ્તુતિઓ બનાવી આપવા માટે શ્રી હસ્તગિરિતીર્થપ્રભાવક પૂ. આ. ભ. શ્રીવિજયરવિપ્રભસૂરીશ્વરજી મ. ને વિનંતિ કરી હતી. તેઓશ્રીના સુચનથી સિદ્ધાંત પ્રભાવક પૂ. આ. ભ. શ્રીમદ્વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મ. એ. શ્રીહસ્તગિરિ તીર્થના માહાત્મ્યને વર્ણવતા ભાવસભર ચૈત્યવન્દનો સ્તવનો અને સ્તુતિઓની મસ્ત રચના કરીને ભાવિકોને અવર્ણનીય આલંબન પૂરું પાડયું છે. શ્રી હસ્તગિરિતીર્થમાં પધારેલા સહુ યાત્રિકો આ પુસ્તિકાના ઉપયોગ દ્વારા ગિરિરાજની જેમ પાંચ ચૈત્યવન્દનની વિધિ કરીને અખુટ કર્મનિર્જરા કરે અને પોતાના આત્માને પરમાત્મસ્વરૂપ બનાવે એજ એકની એક શુભાભિલાષા. શ્રી ચન્દ્રોદય રીલીજીયસ ટ્રસ્ટ- હસ્તગિરિ મહાતીર્થ. ૪ For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34