Book Title: Hastgiri Mahatirth Chaityavandano
Author(s): Punyapalsuri
Publisher: Chandroday Religious Trust

View full book text
Previous | Next

Page 17
________________ pign ' .. કબીયા પાક હસ્તિસેન ગિરિરાજને, વંદું બે કર જોડી નમન- સ્તવન-વંદન બળે, તોડે ભવની બેડી એક લાખ સ્કેવેર ફૂટ છે, અધિકો સહસ ચોવીશ મંદિરનો વિસ્તાર આ, બહોતેર કુલિકા ગણીશ બારસો પચાસ ફૂટની, ઊંચાઈ ભૂમિથી જાણો એકસો પીસ્તાલીસ ફૂટની, શિખર ઊંચાઈ પ્રમાણે સહસ ચાલીશ મણ શિખરે, ગુલાબી આરસ સોહે વિશાળતા તસ સ્તંભ વિણ, સત્યાવીશ ફૂટ સોહે ઊંચાઈ આ ચૈત્યની, તીર્થ તારંગા તોલ ભારતમાં વિસ્તારથી, નવિ કોઈ એહની તોલે સાત ચૌમુખ ત્રણકાળની, ચોવિસી ઈહાં વિલસે વિહરમાન વીશ જિનભલા, ચાર શાશ્વતા વિહસે શોભે નાચતી પુતળીથી, ચારસો અડસઠ તંભ મંદિર દેખી અચરિજે, સૌ બનતાં ઉત્તમ વીશ યુત સાતશે ફૂટનો, ઘેરાવો મંદિરનો હિમગિરિ શો' મંદિરતણો, કિલ્લો છે ત્રણ ગઢનો સાતસો વીસ ફૂટ પ્રથમ ગઢ, સોળસો ફૂટ ગઢ વચલો ફૂટ ચોવિશો વિશાળ છે, મંદિરનો ગઢ છેલ્લો એણી પેરે ગઢ વિસ્તારથી, સમવસરણ જિમ દીપે અબ્રેલિહ ધ્વજ- કળશ-દંડ, જાણે સ્વર્ગને જીપે પૂર્ણ આરસ પહાણે બન્યું, મંદિર અતિ ઉત્તુંગ અમરાવતીથી ઉતર્યું, સ્વર્ગવાન ઉડુંગ રામચંદ્રસૂરીશ્વરે, કીધી પ્રાણ પ્રતિષ્ઠા “પુણ્યપાળે” તે પ્રસંગને, નિજ નયણાથી દીઠા 1 ૧૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34