Book Title: Hastgiri Mahatirth Chaityavandano Author(s): Punyapalsuri Publisher: Chandroday Religious Trust View full book textPage 3
________________ દરતગિત મહાની.. Jain Education International (જાળીયા, વાયા પાલીતાણા પ્રકાશકીય શત્રુંજ્ય નદીનો રૂપેરી જળ પ્રવાહ જ્યાં ખળખળ વહી રહયો છે, એ જાળિયા ગામની ભાગોળે ઉભા રહી ચોમેર નજર કરીએ તો પ્રાકૃતિક સૌન્દર્ય અને પૂજ્યતાના પાવન ભાવોથી આંખો ઉભરાઈ જશે અને હૈયું નાચી ઉઠશે. એક તરફ નજર લંબાવતા શેત્રુંજી નદીને પેલેપાર આંખે ચઢતી ગિરિમાળામાં શ્રી કંદબગિરિના દર્શન થાય. બીજી તરફ નજર નાંખીએ, તો તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્ય પરની ટુંકોના મુખ્ય શિખરોના દર્શન થાય. ત્યાંથી નજરને થોડી નીચે ઉતારતાં ભાડવાનો ડુંગર દેખાશે અને પાછળની તરફ દ્રષ્ટિ ફેરવતાં શ્રી હસ્તગિરિનાં દર્શન થાય. ગિરિરાજ અને હસ્તગિરિને શાંતિથી નિહાળ્યા બાદ આસપાસ દ્રષ્ટિ ફેરવતાં એક એવી કલ્પના જાગે કે જાણે મહાન ગિરિરાજ અહીં પોતાના વિશાળ પરિવાર સાથે પ્રકૃતિની મોજ માણી રહયો છે શ્રી હસ્તગિરિરાજ એના પુત્ર જેવો શોભી રહયો છે તો બાકીની નાની મોટી ટેકરીઓ એના પૌત્રો જેવો આભાસ કરાવે છે. તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્યનું ભૌગોલિક સ્થાન તો લગભગ સૌને પરિચિત છે. આ ગિરિરાજની ગોદથી ૧૬ કિ.મી ના અંતરે જાળીયા ગામ છે. હસ્તગિરિતીર્થની તળેટીનું સ્થાન પામીને આ નાનકડું ગામ આજે ગૌરવશાળી બની ગયું છે. પાલીતાણાથી રોહીશાળા ૧૦ કિ. મી. થાય છે. ત્યાંથી શેત્રુંજી નદીડેમના કિનારે જેમ આગળ વધતા જઈએ તેમ શ્રીહસ્તગિરિનું નયનરમ્ય દર્શન વધુને વધુ આકર્ષક અને મનોહર બનતું જાય છે. ૧૬ કિ. મી. નો પાકી સડકનો આ રસ્તો છેક હસ્તગિરિની તળેટી સુધી પહોંચી આગળ વધે છે તળેટીમાં પગ મુકતાંજ એની વિશાળતા પવિત્રતા ભવ્યતા અને મનોહરતા યાત્રિકના દિલ અને દિમાગને જકડી લે છે એક નાનકડા નગરની શોભાને ધારણ કરતી આ તળેટીમાં પ્રવેશતાંની સાથે જ ભોજનશાળા, ધર્મશાળા, ભવ્ય જિનમંદિર, ઉપાશ્રય, આદિ વિવિધ ધર્મસ્થાનો દ્રષ્ટિગોચર થાય છે. For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 34