Book Title: Hastgiri Mahatirth Chaityavandano
Author(s): Punyapalsuri
Publisher: Chandroday Religious Trust

View full book text
Previous | Next

Page 4
________________ RPH htt SITE : ઉજળીયા, વાયા પklીતાણા શ્રી રાણકપુરની બેનમુન બાંધણી અને શ્રી તારંગાજીની ભવ્ય ઉભણીનો સુભગ સંગમ જ્યાં આપણને સાક્ષાત્ જોવા મળે છે એ હસ્તગિરિમહાતીર્થના નિર્માણના મૂળ પ્રેરણાસ્રોત પરમશાસનપ્રભાવક, વ્યાખ્યાનવાચસ્પતિ, સુવિશાલગરછાધિપતિ સ્વ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો સદુપદેશ અને શુભાશીર્વાદ તેમજ તેઓશ્રીના વિદ્વાન શિષ્યરત્ન આગમપ્રજ્ઞ સ્વ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજયમાનતુંગસૂરીશ્વરજી મહારાજની પ્રેરક ભાવના છે. તેઓશ્રીની ભાવનાથી જ આ તીર્થનું નિર્માણ શક્ય બન્યું છે. જ્યાં એક દશકા પૂર્વે માત્ર નાનકડી જીર્ણ શીર્ણ દેરીજ વિદ્યમાન હતી ત્યાં આજે એક વિશાળ અને ભવ્યતીર્થના પર્યાય તરીકે શ્રી હસ્તગિરિમાહાતીર્થ વધુને વધુ પ્રસિધ્ધિ પામી રહયું છે. આ તીર્થ ઉપર ભગવંતના પાંચ કલ્યાણકને લક્ષ્યમાં રાખી પાંચ મંદિરો બનાવવામાં આવ્યા છે. જેમાનું તળેટીમાં દેવવિમાન સદ્ગશ શોભી રહેલું જિનમંદિર શ્રીચ્યવન કલ્યાણક મંદિરના નામે ઓળખાય છે. આગળ જતાં ચઢવાના રસ્તે ટેકરી વચ્ચેના ભાગમાં નિર્મિત જિનાલય જન્મકલ્યાણક મંદિર તરીકે ઓળખાય છે. ત્યાર પછી ઉપર જવાના રસ્તે આગળ જતાં ટેકરીના મધ્યભાગે નિર્મિત મંદિર શ્રી દીક્ષાકલ્યાણક મંદિરના નામે ઓળખાય છે. સૌથી ઉંચે કેવલજ્ઞાન કલ્યાણક મંદિર તરીકે વિરાટકાય ભવ્યાતિભવ્ય મનોહર શ્રીજિન મંદિરનું નિર્માણ કાર્ય હવે પૂર્ણ થવા આવ્યું છે. નિર્વાણ કલ્યાણકના મંદિર તરીકે ઓળખાતી ભગવાન શ્રી રૂષભદેવના પગલાંથી શોભિત દેરી જે હસ્તગિરિનું પ્રાચીન અને મૂળ સ્થાન સમી શોભી રહી છે. શ્રી શત્રુંજ્ય મહાતીર્થની જેમ આ તીર્થ પણ પ્રાચીનતા અને પ્રભાવકતાને વરેલું છે. આ તીર્થની યાત્રા પણ શ્રી શત્રુંજ્યતીર્થ જેટલી જ ફળદાયી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34