Book Title: Gyansara
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધાંતોનું પરિશીલન પણ ચાલુ જ હતું. સ્યાદ્વાદષ્ટિએ બધા દર્શનોનું તુલનાત્મક અધ્યયન પણ કરતા રહ્યા. કાશીના શ્રેષ્ઠ વિદ્વાનોમાં એમની ગણના થવા લાગી. એ જમાનો વાદ-વિવાદનો હતો. એક વખત એક વિદ્વાન સંન્યાસીએ મોટા આડંબર સાથે કાશીમાં આવીને વિદ્વાનોને વાદ માટે પડકાર ફેંક્યો. કાશીમાંથી જ્યારે વાદ કરવા બીજા કોઈ તૈયાર ન થયા ત્યારે શ્રી યશોવિજયજીએ એ પડકાર ઝીલી લીધો. વાદ પ્રારંભ થયો અને અંતે યશોવિજયજીએ એ વાદકુશળ સંન્યાસીને પણ હરાવી વિદ્વત્સભાને વિસ્મિત કરી દીધી. કાશીના વિદ્વાનોએ અને જનતાએ મળીને એમની વિજયયાત્રા કાઢી અને ભારે સન્માનપૂર્વક એમને ન્યાય વિશારદ' ની ગૌરવપૂર્ણ ઉપાધિ પ્રદાન કરી. કારોના વિદ્વાનોએ જૈનમુનિનું સન્માન કર્યું હોય એવો આ પહેલો જ પ્રસંગ હતો. કાશીમાં ત્રણ વર્ષ રહીને પછી તેઓ આગ્રા પધાર્યા. ત્યાં પણ એક સમર્થ વિદ્વાન હતા, તેમની પાસે ૪ વર્ષ રહીને યશોવિજયજીએ વિવિધ શાસ્ત્રોનો અને દર્શનોનો વધુ ઊંડો અભ્યાસ કર્યો. વધુ ને વધુ જ્ઞાન મેળવતા ગયા. આગ્રાથી વિહાર કરીને પછી ગુજરાતમાં પધાર્યા. એમની ઉજ્જવલ યશગાથા સર્વત્ર પ્રસરવા લાગી. અનેક વિદ્વાનો, પંડિત, જિજ્ઞાસુઓ, વાદીઓ, ભોજકો અને યાચકો એમની પાસે આવવા લાગ્યા. એમનાં દર્શન કરી. એમનો સત્સંગ કરી ધન્યતા અનુભવી રહ્યા. અમદાવાદમાં યશોવિજયજીનું આગમન થયું અને નાગોરી ધર્મશાળા યશોવિજયજીના આગમનથી જાણે એક જીવંત તીર્થધામ સમી બની ગઈ. ગુજરાતના મોગલ સુબા મોહબતખાને પણ યશોવિજયજીની પ્રશંસા સાંભળી અને એમના દર્શને ગયો. ખાનની પ્રાર્થનાથી યશોવિજયજીએ ૧૮ અદ્દભુત અવધાન પ્રયોગો કરી બતાવ્યા. સુબો ખૂબ જ પ્રસન્ન અને પ્રભાવિત બન્યો. જિનશાસનનો પ્રભાવ ખૂબ જ વિસ્તર્યો. તે સમયે તપગચ્છાધિપતિ તરીકે આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી હતા. સંઘે પૂજ્ય આચાર્યશ્રીને વિનંતિ કરી કે “જ્ઞાનના સાગર અને મહાન પ્રભાવક એવા શ્રી. યશોવિજયજીને ઉપાધ્યાયપદે સ્થાપિત કરો, એમ સંઘ ઇચ્છે છે.' આચાર્યશ્રી એ પણ એમાં પોતાની સંમતિ આપી. શ્રી યશોવિજયજીએ જ્ઞાન-ધ્યાનની સાથે સાથે વીસ-સ્થાનક તપની પણ આરાધના કરી. સંયમશુદ્ધિ અને આત્મવિકાસને વેગવંતા બનાવ્યા. વિ. સં. ૧૭૧૮માં શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયપદથી અલંકૃત બન્યા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 553