Book Title: Gyan Dipak Pragatavo Part 1 Author(s): Meghdarshanvijay Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal View full book textPage 5
________________ પૂછ્યું હોય તોય જાતે લખવાના કારણે પરીક્ષા આપનારના મનમાં તેના સંસ્કાર તો પડતાં જ હતાં. દરેક પરીક્ષામાં સુંદર પ્રતિભાવ બતાડનાર--૧૦-૧૦ પરીક્ષાર્થીઓનું વિશિષ્ટ પ્રભાવનાઓ તથા પ૦-પ૦ પરીક્ષાર્થીઓને પ્રોત્સાહન પ્રભાવનાઓથી જાહેર પ્રવચનમાં બહુમાન કરાતું હતું. પ્રફનપત્ર બહાર પડતાં જ લગભગ પંદરસો જેવા પેપરો આપોઆપ રૂા. ૧ની કિંમતે ઉપડી જતાં હતા ને જવાબપત્ર પરત કરવાના સમયે જવાબપત્રોનો ઢગલો થઈ જતો હતો. વળી જુદા જુદા વિષય ઉપર સો સો પ્રશ્નો મળી જતાં, દરેક વિષયનું સાંગોપાંગ જ્ઞાન મળતું હતું. તેથી અનેક લોકોની માંગણી આ પેપરોનો સંગ્રહ કરવાની હતી. જુદા જુદા સ્થળ પરીક્ષાઓનું આયોજન કરવા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંત તથા અન્ય સંસ્થાઓ પણ આ પ્રશ્નપત્રો તથા તેના જવાબપત્રોની અમારી પાસે વારંવાર માંગણી કરતાં હોવાથી અમે આ પ્રશ્નપપરો તથા જવાબપત્રોને પુસ્તકના સ્વરૂપમાં પ્રગટ કરતાં આનંદ અનુભવીએ છીએ. અમને વિશ્વાસ છે કે આ પુસ્તકથી તેઓની તો માગણી સંતોષ પામશે જ, પણ સાથે સાથે અનેક સાધુ-સાધ્વીજી ભગવંતો તથા સંસ્થાઓને પ્રશ્નપત્રો દ્વારા જ્ઞાનદીપક પ્રગટાવવામાં આ પુસ્તક સહાયક પણ બનશે જ. આ પુસ્તકમાં પહેલાં જુદા જુદા પ્રફનપત્રો આપ્યા છે. છેલ્લે તે તમામના જવાબો આપવામાં આવ્યાં છે. વાચકોને સૌ પ્રથમ પોતાની જાતે જવાબો શોધીને પોતાની નોટમાં લખવા અને ત્યાર પછી જ આપેલા જવાબપત્રો સાથે પોતાના જવાબોને ચકાસી લેવા વિનંતિ કરીએ છીએ. આ પુસ્તક અંગે આપના પ્રતિભાવ સાદર આવકાર્ય છે. જિનાજ્ઞા વિરુદ્ધ કે પૂજ્યશ્રીના આશય વિરુદ્ધ કાંઈ પણ છપાયું હોય તો તેની ક્ષમા માંગવા સાથે, જ્ઞાનદીપક પ્રગટાવનારા આપના કાર્યોની અનુમોદના કરવાપૂર્વક જ્ઞાનદીપક પ્રગટાવનારું આ પુસ્તક શ્રી સંઘના ચરણોમાં અર્પણ કરીને વિરમીએ છીએ. લિ. સંચાલકPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 110