________________
36
૯૧) ભગવાને કહ્યું છે કે પર્વતિથિએ (૧) શાકભાજી ન ખવાય (૨) લીલોતરી ન ખવાય (૩) ફળ ન ખવાય.
૯૨) આપણે જેનો ઉપયોગ ન કરીએ તે વસ્તુનું પાપ ન લાગે તે માટે હું રોજ (૧) પ્રતિક્રમણ કરીશ. (૨) સામાયિક કરીશ. (૩) ૧૪ નિયમ ધારીશ.
૯૩) ગુરૂજી ઘરે વહેરવા પધાર્યા હશે ત્યારે (૧) હું ટી.વી. બંધ કર્યા વિના જ પધારો કહીશ. (૨) હું ટી. વી. જોયા કરીશ. (૩) હું તરત જ ટી.વી. બંધ કરીશ.
૯૪) કોઈ દુ:ખી મને મળશે ત્યારે હું (૧) નોકરી કરવાનું કહીશ. (૨) બાજુવાળાને ત્યાં મોકલીશ. (૩) તેના દુ:ખને દૂર કરીશ,
૯૫) સવારે ઊઠીને હું તરત જ (૧) બ્રશ કરીશ. (૨) સંડાશ જઈશ. (૩) નવકાર ગણીશ.
૯૬) કેરીનો રસ મારી વાટકીમાં આવશે ત્યારે (૧) ઝડપથી પી જઈને બીજી વાટકી માંગીશ. (૨) રસની મીઠાશના વખાણ કરતો કરતો પીશ. (૩) ગરીબોનો વિચાર કરીશ.
૯૭) મામા મામી જમવા આવશે ત્યારે હું શ્રીખંડ પૂરીની સાથે (૧) મગની દાળ પીરસીશ. (૨) ચોળીનું શાક પીરસીશ (૩) ટીંડોળાનું શાક પીરસીશ.
૯૮). મારો મિત્ર રાત્રે મને જમવા માટે કહેશે તો (૧) મિત્રની ઈચ્છા ખાતર જમીશ. (૨) લાઈટનું અજવાળું કરીને જમીશ. (૩) પણ રાત્રે તો નહીં જ જતું.
૯૯) દીપક અને ધ્પપુજા કરતા હું નક્કી કરું છું કે (૧) હું પણ સળગી જઈશ. (૨) બીજાને સળગાવીશ (૩) સ્વાર્થી નહીં જ બનું. ૧૦૦) હું હવેથી મારા જુના કપડા (૧) વેચીને વાસણો મેળવીશ. (૨) ફાડીને ફેંકી દઈશ. (૩) ગરીબોને આપીશ.
જે મળે છે તે કાયમ માટે ઓછું લાગે તો તુચ્છ હ્રદય ! જે મળે છે તેમાં વધારો કરવાની વૃત્તિ હોય તો દરિદ્ર હ્રદય ! જે મળ્યું છે, તે ટકાવી રાખવાની વૃત્તિ હોય તો કૃપણ હ્રદય, જો આપણું હૃદય પણ આવું તુચ્છ,
દરિદ્ર કે કૃપણ હશે તો પરમાત્માં આપણા હ્રદયમાં આવશે જ નહિ, આવ્યા હશે તો સદા ટકશે નહિ.