________________
૮૦) પિતાએ પુત્ર માટે શાસ્ત્રની રચના કરી. ૮૧) માએ દીકરાને વહોરાવ્યો.
૮૨) પૌત્રે દાદીમાને પુત્રની ઋદ્ધિ દેખાડી. ૮૩) ભાઈએ ભાઈ પાસે દીક્ષાની રજા માંગી. ૮૪) ભાઈએ ભાઈનું ખૂન કર્યું. ૮૫) સસરાએ જમાઈને ગચ્છ બહાર કર્યો. ૮૬) ભત્રીજાએ કાકા પાસેથી રાજ્ય મેળવ્યું. ૮૭) પુત્રોએ પિતા સામે યુદ્ધ માંડ્યું. ૮૮) માએ દીકરાને વેચ્યો.
૮૯) બનેવીના વચનથી સાળાએ બધી પત્નીઓ છોડી. ૯૦) બહેનોએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવામાં સહાય કરી.
(અ) વિભાગના શબ્દો લખીને, તેની સામે (બ) વિભાગમાંથી સૌથી વધુ બંધબેસતો શબ્દ શોધીને લખો.
(અ) (૯૧) કુમારપાળ (૯૨) હરિભદ્રસૂરિજી (૯૩) મયણાસુંદરી (૯૪) સુભદ્રા (૯૫) કુણાલ (૯૬) નવકા૨ (૯૭) બંધક મુનિ (૯૮) જયાનંદ (૯૯) ગૌતમ સ્વામી (૧૦૦) મેઘકુમાર.
(બ) (૧) મહાસતી (૨) ભવિરહ (૩) શ્રીમતી (૪) સમતા (૫) કેવલી (૬) આરતી (૭) જીવદયા (૮) પિતૃભક્તિ (૯) બેસતું વર્ષ (૧૦) નવપદજી.
પરદેશી ચિંતક બર્નાડ શૉએ મહાત્મા ગાંધીના
પુત્ર દેવદાસ ગાંધીને જણાવેલ કે,જો ખરેખર પુનર્જન્મ હોય તો હું.મર્યા પછી હિન્દુસ્તાનમાં જૈન કૂળમાં જન્મ લેવાને ઇચ્છું છું કારણ કે જૈનધર્મે ભગવાન બનવાની મોનોપોલી કોઈ એક વ્યક્તિને આપી નથી !
જૈન મતે કોઈ પણ આત્મા સાધનાના બળે ભગવાન બની શકે છે.